Book Title: Drushtant Kathao
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 26
________________ ભાવનાબોઘ-અશુચિ ભાવના પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યો છે તેમજ વઘાવાઈ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે, એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહો બ્રાહ્મણો! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે? તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, હે મહારાજા! તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિ- આકાશનો ફેર પડી ગયો છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃતતુલ્ય હતી. આ વેળાએ ઝેરરૂપ છે. તેથી જ્યારે અમૃતતુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળાએ ઝેરતુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે હમણાં તાંબૂલ ઘૂંકો; તત્કાળ તે પર મક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે. - સનસ્કુમારે એ પરીક્ષા કરી તો સત્ય ઠરી; પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંઘીનું મેળવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનકુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાદુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રોગનો ભોગ થયેલી છે; જો ઇચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાઘુ બોલ્યા, “હે વૈદ! કર્મરૂપી રોગ મહોન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ છો રહ્યો.” દેવતાએ કહ્યું : એ રોગ ટાળવાની સમર્થતા હું ઘરાવતો નથી. પછી સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ બળ વડે ઘૂંકવાળી અંગુલિ કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગ વિનાશ પામ્યો; અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્ય; ઘન્યવાદ ગાઈ વંદન કરી પોતાને સ્થાનકે ગયો. પ્રમાણશિક્ષા :- રક્તપિત્ત જેવા સદેવ લોહીપથી ગદ્ગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે; પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે; જેના પ્રત્યેક રોમે પોણાબબ્બે રોગનો નિવાસ છે; તેવા સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરોડો રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે; અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંઘારણ ટક્યું છે; ત્વચાથી માત્ર જેની મનોહરતા છે; તે કાયાનો મોહ ખરે! વિભ્રમ જ છે! સનત્કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર! તું શું મોહે છે? “એ મોહ મંગળદાયક નથી.' આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહોત્તમ કહેવો પડશે. એનાથી સિદ્ધગતિની ૨૦

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34