Book Title: Drushtant Kathao
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 28
________________ ભાવનાબોઘ-નિવૃત્તિ બોઘ સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામમાત્ર વ્યાખ્યાન આપ્યું છે. આત્માનાં શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામ્યો. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓષ્ઠ, એક નાકવાળા દેહનો અધીશ્વર એમ નથી. પણ એનો મર્મ જુદો જ છે. જો એમ અવિવેક દાખવીએ તો પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ શો? એ બિચારાએ તો એક પૂંછડું પણ વઘારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યત્વનો મર્મ આમ છે : વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્વિપાદરૂપે પશુ જ છે. મેઘાવી પુરુષો નિરંતર એ માનવત્વનો આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની ઉત્તમતા છે. તોપણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એન સ્વભાવમાં અન્યત્વ નથી. | ‘ભાવનાબોઘ’ ગ્રંથે અશુચિભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનત્કુમારનું દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં. અંતર્દર્શન : ષષ્ઠચિત્ર નિવૃત્તિ બોઘ (નારાચ છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા!! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ઘારી તે પ્રવૃત્તિ બાળ તું. વિશેષાર્થ :- જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે; અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામમાત્ર સુખ તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે! અહો ચેતન! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે ! નિહાળ!!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ઘારણ કર, અને મિથ્યા કામભોગની પ્રવૃત્તિને બાળી દે! - એવી પવિત્ર મહા નિવૃત્તિને દ્રઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ મૃગાપુત્રનું મનન કરવા યોગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુઃખને સુખ માન્યું છે ? અને કેવા સુખને દુઃખ માન્યું છે? તાદ્રશ તે યુવરાજનાં મુખવચન સિદ્ધ કરશે. મૃગાપુત્રા દ્રષ્ટાંત :- નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34