Book Title: Drushtant Kathao
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 21
________________ ચથિરાજ ભરનેધર સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો; અથવા જેના વૈરીની વિનેતાઓનાં નયનોમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં; જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિયંત્રણા કરતા હતા; જેનાં રૂપ, કાંતિ અને સૌંદર્ય એ મનોહારક હતાં; જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં; ક્રીડા કરવાને માટે જેને મહા સુગંધીમય બાગબગીચા અને વનોપવન હતાં; જેને ત્યાં પ્રઘાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાખોગર્મ અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા હતા; જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતો હતો; જેના કુંકુમવર્ણા પાદપંકજનો સ્પર્શ કરવાને ઇંદ્ર જેવા પણ તલસી રહેતા હતા; જેની આયુધશાળામાં મહા થશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી; જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો; જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. કહેવાનો હેતુ કે જેનાં દળનો, જેના નગર-પુરપાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંઘે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ-ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુનાં દ્વાર ખુલ્લાં હતાં; નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો. એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીઓ વીંટી વડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્ભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ; વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું, વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો; એમ અનુક્રમે દર્શ આંગળીઓ અડવી કરી મૂકી; અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વ ભાવનામાં ગદ્ગદિત થઈ એમ બોલ્યો :– “અહોહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીઘો; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય ૧૫

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34