Book Title: Drushtant Kathao
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 16
________________ ભાવનાબોઘ-એકત્વભાવના નમિરાજ :- હે વિપ્ર! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પુદ્ગલ તે લોકને વિષે બંધાય છે; અને ચોરીના કરનાર જે ઇંદ્રિયવિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તો પછી એમ કરવાનું શું અવશ્ય? - વિપ્ર :- હે ક્ષત્રિય! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધિપો સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે. નમિરાજ :- (હેતું કારણ પ્રે) દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તોપણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમોત્કૃષ્ટ છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર્યુદ્ધનું શું પ્રયોજન છે ? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચ ઇંદ્રિયોને, ક્રોઘને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દોહ્યલાં છે. જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. - વિપ્ર :- (હેતુ કારણ પ્રે) સમર્થ યજ્ઞો કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણાદિકને ભોજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભોગ ભોગવી હે ક્ષત્રિય! તું ત્યાર પછી જજે.. નમિરાજ :- (હેતુ કારણ પ્રે) મહિને મહિને જો દશ લાખ ગાયનાં દાન દે તોપણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે. - વિપ્ર :- નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવ્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે; તેથી તે પ્રવ્રજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રજ્યામાં રુચિ થાય છે, માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રહી પૌષઘાદિક વ્રતમાં તત્પર રહેજે. હે મનુષ્યના અધિપતિ! હું ઠીક કહું છું. નમિરાજ :- (હેતુ કારણ પ્રે) હે વિપ્ર! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્ય શ્રતઘર્મ તથા ચારિત્રઘર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય? વિપ્ર - અહો ક્ષત્રિય! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે. નમિરાજ :- (હેતુ કારણ પ્રે) મેરુ પર્વત જેવા કદાચિત્ સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તોપણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. ઘન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે. - વિપ્ર :- (હેતુ કારણ પ્રે૦) હે ક્ષત્રિય! મને અદ્ભુત આશ્ચર્ય ઊપજે છે કે, તું છતા ભોગને છાંડે છે. પછી અછતા કામભોગને વિષે સંકલ્પ વિકલ્પ કરીને હણાઈશ, માટે આ સઘળી મુનિત્વસંબંઘીની ઉપાધિ મૂક.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34