Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay

View full book text
Previous | Next

Page 376
________________ વ્હાલા તે વ્હાલા શું કરો, વ્હાલા વોળાવી વળશે; વ્હાલા તે વનના લાકડા, તે તો સાથે જ બળશે. એક૦૭ નહી ત્રાપો નહીં તુંબડી, નહીં તરવાનો આરો; ઉદયરત્ન મુનિ ઇમ ભણે, મને પાર ઉતારો. એક૦ ૮ (૧૦૨), વેરાગ્યની સજ્ઝાય માનમાં માનમાં માનમાં રે, જીવ મારું કરીને માનમાં; અંતકાળે તો સર્વ મૂકીને, ઠરવું છે જઈ સ્મશાનમાં ૨ જીવ૦ ૧ વૈભવ વિલાસી પાપ કરો છો, મરી તિર્યંચ થાશો રાનમાં રે. જીવ૦ ૨ રાગના રંગમાં ભૂલા ભમો છો, પડશો ચોરાશીની ખાણમાં રે જીવ૦ ૩ જગતમાં તારું કોઈ નથી રે, મન રાખજે ભગવાનમાં ૨ે જીવ૦ ૪ વૃદ્ધાવસ્થા આવશે ત્યારે, ધાકો પડશે તારા કાનમાં રે. જીવ૦ ૫ કોક દિન જાનમાં તો કોક દિન કાણમાં, મિથ્યા ફરે અભિમાનમાં રે જીવ૦ ૬ કોક દિન સુખમાં તો કોક દિન દુઃખમાં, સધળા તે દિન સરખા જાણમા રે જીવ૦ ૭ સુત્ત વિત્ત દારા પુત્રી ને ભૃત્યો, અંતે તે તારા જાણમા રે જીવ૦ ૮ આયુ અસ્થિર ને ધન ચપળ છે, ફોગટ મોહ્યો તેના તાનમાં રે. જીવ૦ ૯ છેલ બટુક થઈ શાને ફરો છો, અધિક ગુમાન માન તાનમાં રે જીવ૦ ૧૦ મુનિ કેવળ કહે સુણો સજ્જન સહુ, ચિત્ત રાખો ને પ્રભુ ધ્યાનમાં રે જીવ૦ ૧૧ (૧૦૩) ઉત્તમ મનોરથની સજ્ઝાય ધન ધન તે દિન ક્યારે આવશે, જપશું જિનવર નામ; કર્મ ખપાવી રે જે થયા કેવળી, કરશું તાસ પ્રણામ. ધન૦ ૧ મન વચ કાયા રે આપણા વશ કરી, લેશું સંયમ યોગ; સમતા ધ૨શું રે સંયમ યોગમાં, રહેશું છંડી રે ભોગ. ધન૦ ૨ વિનય વૈયાવચ્ચ ગુરુ ચરણે કરી, કરશું જ્ઞાન અભ્યાસ; પ્રવચન માતા રે આઠે આદરી, ચાલશું પંથ વિકાસ. ધન૦ ૩ પરિગ્રહ વસતી રે વસ્ર ને પાત્રમાં, આડંબર અહંકાર; મૂકી મમતા રે લોકની વાંછના, પાલશું શુદ્ધ આચાર. ધન૦ ૪ તપ તપી દુર્લભ દેહ કસી ઘણું, સહીશું શીત ને તાપ; પુદ્ગલ પરિણતિ રંગ નિવારીને, રમશું નિજગુણ આપ. ધન૦ ૫ સસલા સાબર મૃગ ને રોઝડાં, સૂંધે તનુ મુખ નાસ; ખોળે મસ્તક મૂકી ઊંઘશે, આણી મન વિશ્વાસ. ધન૦ ૬ :::::::::::::::Ra દ્રવ્ય પ્રતિમણને ભાવ પ્રતિજ્ઞક્ષણ કેવી રીતે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only 330 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410