Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay

View full book text
Previous | Next

Page 401
________________ ૪ વિતરાગ તણા વચનો સુણી, વધતી તારી વાણી હો, અંધારે કોઈ મારગ ઢંઢે, ત્યાં તારા વેણ સદા રણકાર કરે વૈરાગ્ય ભરી મધુરી વાણી, તારા સંયમનો શણગાર બને જા સંયમ પંથે... અણગાર તણા જે આચારો, એનું પાલન તું દિનરાત કરે, લાલચ કેરાં લાખ પ્રલોભનો, પણ તું ધર્મ તણો સંગાથ કરે સંયમનું સાચું આરાધન, તારો તરવાનો આધાર બને જા સંયમપંથે દીક્ષાથી... ૫ જે પરિવારે તું આજ ભળે, તે ઉન્નત હો તુજ નામ થકી જીતે સૌનો તું પ્રેમ સદા, તારા સ્વાર્થ વિહોણા કામ થકી, શાસનમાં જગમાં શાન વધે, તારા એવા શુભ સંસ્કાર બને જા સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ... ૬ ((૨૦૯), ઓઘો હાથમાં આવે ત્યારે ગાવાનું ગીત) ઓધો છે અણમોલો, એનું ખૂબ જતન કરજો , મોંઘી છે મુહપતી, એનું રોજ રટણ કરજો. ઓઘો છે... ૧ આ ઉપકરણો આપ્યાં, તમને એવી શ્રદ્ધાથી, ઉપયોગ સદા કરજો, તમે પૂરી નિષ્ઠાથી, આધાર લઈ એનો, ધર્મારાધન કરજો. ઓઘો છે૦ ૨ આ વેશ વિરાગીનો, એનું માન ઘણું છે જગમાં. માબાપ નમે તમને, પડે રાજા પણ પગમાં, આ માન નથી મુજને, એવું અર્થઘટન કરજો. ઓઘો છે૦ ૩ આ ટુકડા કાપડના, કદી ઢાલ બની રહેશે, દાવાનલ લાગે તો, દીવાલ બની રહેશે. એના તાણાવાણામાં, તપનું સિંચન કરજો ... ઓઘો છે) ૪ આ પાવન વસ્ત્રો તો, છે કાયાનું ઢાંકણ, બની જાયે ના જો જો, એ માયાનું ઢાંકણ, ચોખ્ખું ને ઝગમગતું, દિલનું દર્પણ કરજો . ઓઘો છે૦ ૫ મેલાં કે ધોયેલાં, લીસાં કે ખરબચડાં ફાટેલાં કે આખા, સૌ સરખા છે કપડાં જયારે મોહ દશા જાગે, ત્યારે આ ચિંતન કરજો. ઓઘો છે, ૬ આ વેશ ઉગારે છે, અને જે અજવાળે છે, ગાફેલ રહે એને, આ વેશ ડુબાડે છે. ડૂબવું કે તરવું છે, મનમાં મંથન કરજો. ઓઘો છે) ૭ દેવો ઝંખે તો પણ, જે વેશ નથી મળતો, તમે પુય થકી પામ્યા, એની કિંમત પારખજો , દેવોથી પણ ઊંચે, તમે સ્થાન ગ્રહણ કરજો. ઓધો છે અણમૂલો...૦ ૮ 8262 RUDURURURURKROR&RBRORURORARRRRRRRRRR 3૬૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410