Book Title: Divyadhwani Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ દિવ્ય ધ્વનિ ૩૪૭ વધુ પ્રાચીન છે તથા મૂળ કયા ગ્રંથનો એ છે અને એની રચના કોણે કરી છે તે વિશે પ્રમાણભૂત રીતે કશું જાણવા મળતું નથી. સૈકાઓથી પ્રચલિત બનેલો આ શ્લોક અત્યંત પવિત્ર મનાય છે અને સ્તુતિ, ચૈત્યવંદન, વિધિવિધાન વગેરેમાં બહુમાનપૂર્વક એનું પઠન થાય છે. પ્રાતિહાર્યો વિશે પ્રાકૃતમાં શ્રી નેમિચંદ્રસૂરિવિરચિત “પ્રવચન-સારોદ્ધાર” ગ્રંથમાં નીચે પ્રમાણે શ્લોક મળે છે : कंकिल्लि कुसुमवुट्ठी देवज्झुणि चामरासणाई च। भावलय मेरी छत्त जयंति जिणपाडिहेराई।। કિંકિલ્લિ (અશોકવૃક્ષ), કુસુમવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભાવલય (ભામંડળ), ભેરી (દુંદુભિ) અને છત્ર એ જિનનાં પાડિહેર (પ્રાતિહાર્ય) જય પામે છે.J. પ્રાતિહાર્ય શબ્દ સંસ્કૃત પ્રતિહાર ઉપરથી આવ્યો છે. પ્રતિહાર કરે તે પ્રાતિહાર્ય. પ્રતિહાર શબ્દ પ્રતિ + ૮ ઉપરથી આવ્યો છે. પ્રત્યે તિ નિવાર્થનતિ એટલે કે દરેકને સ્વામી પાસે લઈ આવે તે પ્રતિહાર. પ્રતિહારનો એક અર્થ થાય છે દરવાજો અથવા દ્વાર. એટલે લક્ષણાથી પ્રતિહારનો અર્થ થાય છે દ્વારપાળ, બારણાંનો રક્ષક, ચોકીદાર, પહેરેગીર. પ્રતિહારનો વિશેષ અર્થ થાય છે છડીદાર, રાજાની આગળ ચાલનાર, રાજાનો અંગરક્ષક. વળી પ્રતિહારનો બીજો અર્થ થાય છે ઇન્દ્રની આજ્ઞા મુજબ કામ કરનારા દેવો. દેવો સમવસરણમાં પ્રાતિહાર્યની એટલા માટે રચના કરે છે કે જેથી એ પ્રાતિહાર્યો જગતના લોકોને તીર્થંકર પરમાત્મા પાસે લઈ આવે. પ્રાતિહાર્યો લોકોના ચિત્તમાં આશ્ચર્ય, જિજ્ઞાસા, ઓસ્ક્ય, કુતૂહલ વગેરે ભાવો પ્રેરે છે અને તીર્થંકર પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ જન્માવે છે. એટલા માટે દેવો એની રચના કરે છે. દેવોનું આ પ્રતિહારકર્મ છે એટલે એને પ્રાતિહાર્ય (અથવા મહાપ્રાતિહાય) કહેવામાં આવે છે. રાજાના રક્ષકોને કે પહેરેગીરોને પણ પ્રતિહાર કહેવામાં આવે છે. પરંતુ રાજાના પ્રતિહારો મનુષ્ય હોય છે. વળી તે પગાર લઈ નોકરી કરનારા હોય છે. ક્યારેક રાજા માટે તેમના મનમાં અભાવ કે ધિક્કાર પણ હોઈ શકે છે. તીર્થંકર ભગવાનના પ્રતિહારો કેવો હોય છે. તેઓ નોકર તરીકે નહિ, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10