Book Title: Divyadhwani Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ ૩૫૨ જિનતત્વ દિગમ્બર પરંપરાના ૪૮ શ્લોકના “ભક્તામર સ્તોત્રમાં દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્યનું નીચે પ્રમાણે વર્ણન થયું છે : स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टसद्धर्मतत्त्वकथनैकपटुत्रिलोक्याः। दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व भाषास्वभावपरिणामगुणप्रयोज्यः।। [સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવવામાં ઇષ્ટ મિત્ર, સદ્ધર્મ અને સર્વસ્તુનું સ્વરૂપ કહેવામાં ત્રણે લોકમાં ચતુર તથા નિર્મળ અર્થ અને સમસ્ત ભાષાસ્વભાવ-પરિણામોદિ ગુણોથી યુક્ત આપનો દિવ્ય ધ્વનિ થાય છે.] વીતરાગસ્તવના પાંચમા પ્રકાશમાં હેમચન્દ્રાચાર્યે “દિવ્ય ધ્વનિનો મહિમા વર્ણવતાં લખ્યું છે : मालवकैशिकीमुख्यग्रामरागपवित्रितः। तव दिव्यो ध्वनिः पीतो हर्षोद्ग्रीवैभृगैरपि।। મિાલકોશ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા આપના દિવ્ય ધ્વનિનું હર્ષ વડે ઊંચી ગ્રીવાવાળાં બનેલાં હરણાંઓ દ્વારા પણ પાન થાય છે.) દિવ્ય ધ્વનિ વિશે “વીતરાગસ્તવ'ની ટીકામાં કહ્યું છે : तथा धर्मोपदेशावसरे हि भगवान् स्वभावसुभगंभविष्णुना श्रोतृजनश्रोत्रपुटप्रविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशनां विधत्ते, किन्तु वृत्तिंकृत इव सूत्रं, सुरास्तमेव स्वरमायोजनं विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते। [ધર્મનો ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોના કર્ણવિવરોમાં પેસતા અમૃતની નીક જેવા અને અનાયાસે બોલાતા સ્વર વડે દેશના આપે છે. પરંતુ જેમ ટીકાકારો સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાઓ ચારે બાજુ એક યોજન સુધી વિસ્તારે છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકત હોવાથી તે અપેક્ષાએ દિવ્ય ધ્વનિ કહેવાય છે. વળી, “વીતરાગસ્તવની અવમૂરિમાં દિવ્ય ધ્વનિનું સવિસ્તર વર્ણન કરતાં કહેવાયું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10