Book Title: Divyadhwani Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ દિવ્ય ધ્વનિ તીર્થંકર ભગવાનના અર્થાત્ અરિહંત પરમાત્માના જે બાર ગુણ ગણાવવામાં આવે છે, તેમાં ચાર મૂલાતિશયના (અથવા સહજાતિશયના) ચાર ગુણ સાથે આઠ પ્રાતિહાર્યના આઠ ગુણ નીચે પ્રમાણે ગણાવાય છે : (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજાતિશય અને (૪) વચનાતિશય (આ ચાર મૂલાતિશય છે.) પ્રાતિહાર્યો આઠ છે : (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ અને (૮) છત્ર. સમવસરણ વખતે દેવો તીર્થંકર પરમાત્માનાં આ આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે. આમ, ચાર મૂલાતિશય અને આઠ પ્રાતિહાર્ય મળીને બાર ગુણ થાય છે. આમાં ‘દિવ્ય ધ્વનિ' એ તીર્થંકર પરમાત્માના પ્રાતિહાર્યનો એક પ્રકાર છે. વળી તે અરિહંત ભગવાનનો એક ઉત્તમ ગુણ છે. તીર્થંકર પરમાત્માનાં આઠ પ્રાતિહાર્ય (સંખ્યા, ક્રમ અને નામની દૃષ્ટિએ) શ્વેતામ્બર અને દિગમ્બર બને પરંપરાને માન્ય છે. પ્રાતિહાર્ય માટેનો નીચેનો શ્લોક ઘણો પ્રાચીન છે અને બંને પરંપરામાં તે પ્રચલિત છે : अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्वामरमासनं ચા भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणम् ।। અશોકવૃક્ષ, સુરપુષ્ટવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને આતપત્ર (છત્ર) એ જિનેશ્વરોનાં પ્રાતિહાર્ય છે. પ્રાચીન સાહિત્યમાં આ શ્લોક લગભગ પંદર સો વર્ષ પૂર્વે થઈ ગયેલા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ પોતાના ‘અનેકાન્તજય પતાકા' નામના ગ્રંથમાં ક્યાંકથી ઉધૃત કરેલો સૌપ્રથમ જોવા મળે છે. પરંતુ આ શ્લોક એથી કેટલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10