Page #1
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
તીર્થંકર ભગવાનના અર્થાત્ અરિહંત પરમાત્માના જે બાર ગુણ ગણાવવામાં આવે છે, તેમાં ચાર મૂલાતિશયના (અથવા સહજાતિશયના) ચાર ગુણ સાથે આઠ પ્રાતિહાર્યના આઠ ગુણ નીચે પ્રમાણે ગણાવાય છે :
(૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજાતિશય અને (૪) વચનાતિશય (આ ચાર મૂલાતિશય છે.)
પ્રાતિહાર્યો આઠ છે : (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ અને (૮) છત્ર. સમવસરણ વખતે દેવો તીર્થંકર પરમાત્માનાં આ આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે. આમ, ચાર મૂલાતિશય અને આઠ પ્રાતિહાર્ય મળીને બાર ગુણ થાય છે.
આમાં ‘દિવ્ય ધ્વનિ' એ તીર્થંકર પરમાત્માના પ્રાતિહાર્યનો એક પ્રકાર છે. વળી તે અરિહંત ભગવાનનો એક ઉત્તમ ગુણ છે.
તીર્થંકર પરમાત્માનાં આઠ પ્રાતિહાર્ય (સંખ્યા, ક્રમ અને નામની દૃષ્ટિએ) શ્વેતામ્બર અને દિગમ્બર બને પરંપરાને માન્ય છે. પ્રાતિહાર્ય માટેનો નીચેનો શ્લોક ઘણો પ્રાચીન છે અને બંને પરંપરામાં તે પ્રચલિત છે :
अशोकवृक्षः
सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्वामरमासनं
ચા
भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणम् ।।
અશોકવૃક્ષ, સુરપુષ્ટવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને આતપત્ર (છત્ર) એ જિનેશ્વરોનાં પ્રાતિહાર્ય છે.
પ્રાચીન સાહિત્યમાં આ શ્લોક લગભગ પંદર સો વર્ષ પૂર્વે થઈ ગયેલા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ પોતાના ‘અનેકાન્તજય પતાકા' નામના ગ્રંથમાં ક્યાંકથી ઉધૃત કરેલો સૌપ્રથમ જોવા મળે છે. પરંતુ આ શ્લોક એથી કેટલો
Page #2
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
૩૪૭ વધુ પ્રાચીન છે તથા મૂળ કયા ગ્રંથનો એ છે અને એની રચના કોણે કરી છે તે વિશે પ્રમાણભૂત રીતે કશું જાણવા મળતું નથી. સૈકાઓથી પ્રચલિત બનેલો આ શ્લોક અત્યંત પવિત્ર મનાય છે અને સ્તુતિ, ચૈત્યવંદન, વિધિવિધાન વગેરેમાં બહુમાનપૂર્વક એનું પઠન થાય છે.
પ્રાતિહાર્યો વિશે પ્રાકૃતમાં શ્રી નેમિચંદ્રસૂરિવિરચિત “પ્રવચન-સારોદ્ધાર” ગ્રંથમાં નીચે પ્રમાણે શ્લોક મળે છે :
कंकिल्लि कुसुमवुट्ठी देवज्झुणि चामरासणाई च।
भावलय मेरी छत्त जयंति जिणपाडिहेराई।। કિંકિલ્લિ (અશોકવૃક્ષ), કુસુમવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભાવલય (ભામંડળ), ભેરી (દુંદુભિ) અને છત્ર એ જિનનાં પાડિહેર (પ્રાતિહાર્ય) જય પામે છે.J.
પ્રાતિહાર્ય શબ્દ સંસ્કૃત પ્રતિહાર ઉપરથી આવ્યો છે. પ્રતિહાર કરે તે પ્રાતિહાર્ય. પ્રતિહાર શબ્દ પ્રતિ + ૮ ઉપરથી આવ્યો છે. પ્રત્યે તિ
નિવાર્થનતિ એટલે કે દરેકને સ્વામી પાસે લઈ આવે તે પ્રતિહાર. પ્રતિહારનો એક અર્થ થાય છે દરવાજો અથવા દ્વાર. એટલે લક્ષણાથી પ્રતિહારનો અર્થ થાય છે દ્વારપાળ, બારણાંનો રક્ષક, ચોકીદાર, પહેરેગીર.
પ્રતિહારનો વિશેષ અર્થ થાય છે છડીદાર, રાજાની આગળ ચાલનાર, રાજાનો અંગરક્ષક. વળી પ્રતિહારનો બીજો અર્થ થાય છે ઇન્દ્રની આજ્ઞા મુજબ કામ કરનારા દેવો. દેવો સમવસરણમાં પ્રાતિહાર્યની એટલા માટે રચના કરે છે કે જેથી એ પ્રાતિહાર્યો જગતના લોકોને તીર્થંકર પરમાત્મા પાસે લઈ આવે. પ્રાતિહાર્યો લોકોના ચિત્તમાં આશ્ચર્ય, જિજ્ઞાસા, ઓસ્ક્ય, કુતૂહલ વગેરે ભાવો પ્રેરે છે અને તીર્થંકર પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ જન્માવે છે. એટલા માટે દેવો એની રચના કરે છે. દેવોનું આ પ્રતિહારકર્મ છે એટલે એને પ્રાતિહાર્ય (અથવા મહાપ્રાતિહાય) કહેવામાં આવે છે.
રાજાના રક્ષકોને કે પહેરેગીરોને પણ પ્રતિહાર કહેવામાં આવે છે. પરંતુ રાજાના પ્રતિહારો મનુષ્ય હોય છે. વળી તે પગાર લઈ નોકરી કરનારા હોય છે. ક્યારેક રાજા માટે તેમના મનમાં અભાવ કે ધિક્કાર પણ હોઈ શકે છે. તીર્થંકર ભગવાનના પ્રતિહારો કેવો હોય છે. તેઓ નોકર તરીકે નહિ, પણ
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૪૮
જિનતત્ત્વ
પોતાનામાં સહજ રીતે પ્રગટેલા ભક્તિભાવથી પ્રેરાઈને સ્વેચ્છાએ, ઉમંગ અને ઉલ્લાસથી પ્રતિહાર તરીકે કામ કરે છે. તેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય છે અને તેઓ અવધિજ્ઞાની હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિ કે શક્તિ વડે વિવિધ પ્રકારની રચનાઓ કે રૂપો બનાવી (વિકવી) શકે છે. એટલા માટે દેવો સમવસરણમાં જે રચના કરે છે તે પ્રાતિહાર્ય કહેવાય છે. “પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે : પ્રતિહારી: રપતિનિયુ વાતેવાં વા પ્રાતિહાર્યા.
“પ્રાતિહાર્ય' શબ્દ ઉપરથી પ્રાકૃતમાં “પાડિહેર' શબ્દ આવ્યો. પાડિહેરનો અર્થ કરવામાં આવે છે : (૧) દેવતાકૃત પ્રતિહારકર્મ, (૨) દેવતાકૃત પૂજાવિશેષ અને (૩) દેવોનું સાન્નિધ્ય.
બૌદ્ધ ધર્મમાં પણ પ્રાતિહાર્ય શબ્દ વપરાયેલો છે. વિનયપિટકના મહાવગ' ગ્રંથમાં પંદર પ્રકારનાં પ્રાતિહાર્યો ગણાવવામાં આવ્યાં છે. ત્યાં પ્રાતિહાર્ય એટલે એક પ્રકારનો દૈવી ચમત્કાર અથવા દેવી ત્રદ્ધિ એટલો અર્થ કરવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધના એવા ચમત્કારના પંદર પ્રસંગો તેમાં ટાંકવામાં આવ્યા છે.
દેવો સમવસરણમાં પ્રાતિહાર્યોની જે રચના કરે છે તેમાં તીર્થંકર પરમાત્માનો પ્રભાવ કે અતિશય જ રહેલો હોય છે. દેવો ભલે સ્વેચ્છાએ. પૂજ્યભાવ અને ભક્તિભાવથી તેની રચના કરતા હોય તો પણ તેમાં સવિશેષ બળ, સમૃદ્ધિ, ઓજસ, ઐશ્વર્ય ઇત્યાદિ તીર્થંકર પરમાત્માના અતિશયને કારણે જ આવે છે. એમ કહેવાય છે કે સમવસરણમાં જેવું અશોકવૃક્ષ હોય છે તેવું અશોકવૃક્ષ ખુદ ઇન્દ્રના પોતાના ઉદ્યાનમાં પણ નથી હોતું. ધારો કે તીર્થંકર પરમાત્માની ઉપસ્થિતિ ન હોય તેવે પ્રસંગે બધા જ દેવતાઓ ભેગા મળીને પોતાની તમામ વૈક્રિયાદિ લબ્ધિથી કોઈ એક અશોકવૃક્ષની રચના કરે તો પણ તે અશોકવૃક્ષનું સૌંદર્ય સમવસરણના અશોકવૃક્ષ કરતાં અનેકગણું ઊતરતું કે હીન હોય. વળી બધા દેવોએ તીર્થકર ભગવાનની હાજરી વિના ઉત્પન્ન કરેલું અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્યો જોનાર લોકોના હૃદયમાં ધર્મની ભાવના ઉત્પન્ન ન કરી શકે, જ્યારે સમવસરણમાં દેવોએ રચેલ અશોકવૃક્ષ કે અન્ય પ્રાતિહાર્યો લોકોના હૃદયમાં ધર્મભાવના જાગ્રત કરવાનું નિમિત્ત બને છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
૩૪૯
આ આઠ પ્રાતિહાર્યોમાં દિવ્ય ધ્વનિ નામના પ્રાતિહાર્યમાં કેટલીક વિશેષ વિચારણા થઈ છે અને શ્રેતામ્બર તથા દિગમ્બર પરંપરામાં તેનું કેટલુંક અર્થઘટન જુદી જુદી રીતે થયું છે.
“દિવ્ય ધ્વનિ એટલે શું ? દિવ્ય એટલે દૈવી. એનો એક અર્થ થાય છે દેવક' ને બીજો અર્થ થાય છે “લોકોત્તર.” એટલે દિવ્ય ધ્વનિનો એક અર્થ થાય છે દેવતાઓએ કરેલો ધ્વનિ અને બીજો અર્થ થાય છે તીર્થંકર ભગવાનની વાણીરૂપ લોકોત્તર, દિવ્ય ધ્વનિ.
સમવસરણ વખતે દેવતાઓ અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, સિંહાસન વગેરે પ્રાતિહાર્યોની રચના તો કરે છે, પરંતુ દેશનાની વાણીરૂપ દિવ્ય ધ્વનિ તો તીર્થંકર પરમાત્માનો પોતાનો હોય છે. એમનું એ આત્મભૂત લક્ષણ છે. તો તેમાં પ્રાતિહાર્યપણું કેવી રીતે ઘટી શકે ? - એવો પ્રશ્ન કોઈને થાય. એનો ખુલાસો કરતાં “પ્રવચન-સારોદ્ધાર' વગેરે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે માલવ અને કેશિકીય વગેરે રાગ વડે તીર્થંકર પરમાત્મા સમવસરણમાં જે દેશના આપે છે તે વખતે ભગવાનની બંને બાજુ રહેલા દેવો વીણા, વેણુ વગેરે વાદ્યોના ધ્વનિ વડે ભગવંતના શબ્દોને વધુ મધુર અને કર્ણપ્રિય બનાવે છે. જેમ કોઈ ગાયકના મધુર ગતિધ્વનિને સંગીતકારો વાજિત્રોના ધ્વનિ વડે વધારે મધુર કરે છે તેવી રીતે દેવો પણ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને એમની દેશનાના દિવ્ય ધ્વનિને વધુ આફ્લાદક બનાવે છે. એટલે જેટલા અંશમાં દેવો વાજિંત્રો વડે ભગવાનની વાણીને વધુ મધુર બનાવે છે તેટલા અંશમાં દેવોનું એ પ્રાતિહાર્યપણું ગણવામાં આવે છે. એટલે દિવ્ય ધ્વનિને પ્રાતિહાર્ય તરીકે ગણવામાં કોઈ બાધ રહેતો નથી.
આના અનુસંધાનમાં બીજો પ્રશ્ન એવો થાય કે શું તીર્થંકર પરમાત્માની વાણીમાં એવી ન્યૂનતા હોય છે કે દેવોએ એને મધુર કર્ણપ્રિય બનાવવાની જરૂર પડે ? એનો ઉત્તર એ છે કે તીર્થંકર પરમાત્માની વાણી તો જન્મથી જ અતિશયયુક્ત હોય છે. એટલે એમાં ન્યૂનતા હોવાનો પ્રશ્ન જ નથી રહેતો. દેવો તે દેશના સમયે દિવ્ય ધ્વનિ કરે છે તે કોઈ ન્યૂનતા દૂર કરવા માટે નહિ, પણ પોતાના અદમ્ય ભક્તિભાવને વ્યક્ત કર્યા વગર તેઓ રહી શકતા નથી માટે તેઓ દિવ્ય ધ્વનિ કરે છે. દેવોનો દિવ્ય ધ્વનિ માત્ર માધુર્ય માટે જ નહિ પણ ભગવાનની દેશનાના ધ્વનિને એક યોજન સુધી પ્રસારવા માટે પણ હોય છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૩પ૦
જિનતત્ત્વ
તીર્થકર ભગવાનની વાણીરૂપી દિવ્ય ધ્વનિને અતિશય તરીકે ગણાવવામાં આવે છે. તીર્થંકર ભગવાનના એવા ચોત્રીસ અતિશય છે. તેમાં ચાર અતિશય તે મુલાતિશય છે. ઓગણીસ અતિશય દેવોએ કરેલા હોય છે અને અગિયાર અતિશય કર્મનો ક્ષય થયા પછી પ્રગટ થાય છે.
દિગમ્બર પરંપરા પ્રમાણે ભગવાનના ચોત્રીસ અતિશયના એ જ પ્રમાણે ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે : (૧) સહજાતિશય, (૨) કર્મલયજ અતિશય, અને (૩) દેવફત આતિશય, પરંતુ દિગમ્બર પરંપરામાં તે દરેક પ્રકારના અતિશયોની સંખ્યામાં ફરક છે. તેમાં સહજાતિશયોની સંખ્યા દસ છે, કર્મક્ષયજ અતિશયની સંખ્યા પણ દસ છે અને દેવકૃત અતિશયની સંખ્યા ચૌદ છે. એમાં ભગવાનની જન્મથી હિતકારી અને પ્રિય વાણીને સહજાતિશય તરીકે ઓળખવામાં આવે છે અને સમવસરણની સર્વભાષારૂપ વાણીને દેવકૃત અતિશય તરીકે ગણવામાં આવે છે.
શ્વેતામ્બર પરંપરા પ્રમાણે તીર્થંકર પરમાત્માના આઠ પ્રાતિહાર્યમાંથી અશોકવૃક્ષ, સુરપુષ્ટવૃષ્ટિ, ચામર, આસન, દુંદુભિત્ર એ છે પ્રાતિહાર્યનો સમાવેશ દેવકત અતિશયમાં થાય છે. ભામંડળ પ્રાતિહાર્યનો સમાવેશ કર્મલયજ અતિશયમાં થાય છે. પરંતુ દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્યના (એટલે દેવોએ વીણા, વેણુ વગેરે દ્વારા કરેલા ધ્વનિનો) સમાવેશ કોઈ અતિશયમાં થતો નથી. અલબત્ત, ભગવાનની પોતાની વાણીરૂપ જે દિવ્ય ધ્વનિ છે તેને ચોત્રીસ અતિશયમાંના એક અતિશય તરીકે ગણવામાં આવે છે.
તીર્થંકર પરમાત્માની દિવ્ય વાણી પાંત્રીસ પ્રકારના ઉત્તમ ગુણોથી યુક્ત હોય છે. એ ગુણો નીચે પ્રમાણે છે :
(૧) સંસ્કારવત, (૨) ઉદાત્ત (ઊંચા સ્વરે) (૩) ઉપચારોપેત (અગ્રામ્ય), (૪) ગંભીર શબ્દ (મઘગંભીર), (૫) અનુનાદિ (પ્રતિધ્વનિયુક્ત – સરસ પડઘો પડે, રણકો થાય), (૬) દક્ષિણ (સરળ), (૭) ઉપનીતરાગ (માલકોશ વગેરે રાગોથી યુક્ત), (૮) મહાર્થ (મહાન અર્થવાળી), (૯) અવ્યાહત પૌર્વાપર્ય (પરસ્પર વિરોધ વિનાની), (૧૦) શિષ્ટ, (૧૧) અસંદિગ્ધ (સંદેહરહિત), (૧૨) અપાહતાન્યોત્તર (બીજાં કોઈ દૂષણ ન બતાવી શકે એવી), (૧૩) હૃદયગ્રાહી, (૧૪) દેશકાલાવ્યતીત, (૧૫) તત્ત્વાનુરૂપ. (૧૬) અપ્રકીર્ણપ્રસૃત, (૧૭) અન્યોન્યપ્રગૃહીત, (૧૮) અભિજાત, (૧૯) અતિસ્નિગ્ધ મધુર, (૨૦) અપરમર્મવિદ્ધ (બીજાઓનાં મર્મને-રહસ્યોને
Page #6
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
૩૫૧
ખુલ્લાં ન કરનાર, બીજાંનાં હૃદયને ન વીંધનાર), (૨૧) અર્થધર્માભ્યાસનેય, (૨૨) ઉદાર, (૨૩) પરનિંદાત્મોત્કર્ષવિપ્રયુક્ત, (૨૪) ઉપગતશ્લાઘ, (૨૫) અનાનીત, (૨૯) ઉપાદિતાચ્છિન્નકૌતુહલ, (૨૭) અભુત, (૨૮) અનાભિવિલંબિત, (૨૯) વિશ્વમવિક્ષેપ – કિલિકિંચિતાદિવિમુક્ત, (૩૦) અનેકજાતિસંશ્રયથી વિચિત્ર, (૩૧) આહિતવિશેષ(બીજા વચનોની અપેક્ષાએ વિશિષ્ટ), (૩૨) સાકાર, (૩૩) સત્ત્વપરિગ્રહ, (૩૪) અપરિખેદિત અને (૩૫) અવ્યુચ્છેદ. કોઈ કોઈ ગ્રંથોમાં આ પાંત્રીસ ગુણોનાં નામોમાં કે ક્રમમાં ફરક જોવા મળે છે.
તીર્થંકર પરમાત્માના, “શ્રવણપરમસીખ' આપનાર દિવ્ય ધ્વનિનો મહિમા સમયે સમયે ગ્રંથકાર મહર્ષિઓએ વર્ણવ્યો છે. ઉ. ત., દિવ્યધ્વનિ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં “પ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે :
सरसतरसुधारससोदरः सरभसविविधदेशापहतमुक्तव्यापार – प्रसारितवदनैः कुरंगकुलैराकुलाकुलैरुत्कणराकर्ण्यमानः
सकलनानन्द-प्रमोददायी दिव्यध्वनिर्वितन्यते। શ્રેિષ્ઠતમ અમૃતરસ સરખો, કાનને અતિપ્રિય લાગતો તથા જે સાંભળવા માટે ચરવાનું ઇત્યાદિ કાર્ય છોડી દઈ આસપાસથી જ્યાં હરણોનાં ટોળેટોળાં દોડી આવે છે તથા સર્વ જનોને આનંદપ્રમોદ આપનારો એવો દિવ્ય ધ્વનિ દિવો સમવસરણમાં) કરે છે..
દિવ્ય વનિનું વર્ણન કરતાં કલ્યાણ મંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે :
स्थाने गभीरहृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति। पीत्वा यतः परमसंमदसंगभाजो
भव्या ब्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ।। હેિ સ્વામિન્! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પંડિતો અમૃતરૂપ કહે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે તમારી વાણીનું પાન કરીને મનુષ્ય અજરામરપણું પામે છે તેવી જ રીતે તમારી વાણીનું શ્રોત્રેન્દ્રિય વડે પાન કરીને, ભવ્ય પ્રાણીઓ પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે અજરામરપણાને – મોક્ષને પામે છે.]
Page #7
--------------------------------------------------------------------------
________________
૩૫૨
જિનતત્વ
દિગમ્બર પરંપરાના ૪૮ શ્લોકના “ભક્તામર સ્તોત્રમાં દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્યનું નીચે પ્રમાણે વર્ણન થયું છે :
स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टसद्धर्मतत्त्वकथनैकपटुत्रिलोक्याः। दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व
भाषास्वभावपरिणामगुणप्रयोज्यः।। [સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવવામાં ઇષ્ટ મિત્ર, સદ્ધર્મ અને સર્વસ્તુનું સ્વરૂપ કહેવામાં ત્રણે લોકમાં ચતુર તથા નિર્મળ અર્થ અને સમસ્ત ભાષાસ્વભાવ-પરિણામોદિ ગુણોથી યુક્ત આપનો દિવ્ય ધ્વનિ થાય છે.]
વીતરાગસ્તવના પાંચમા પ્રકાશમાં હેમચન્દ્રાચાર્યે “દિવ્ય ધ્વનિનો મહિમા વર્ણવતાં લખ્યું છે :
मालवकैशिकीमुख्यग्रामरागपवित्रितः।
तव दिव्यो ध्वनिः पीतो हर्षोद्ग्रीवैभृगैरपि।। મિાલકોશ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા આપના દિવ્ય ધ્વનિનું હર્ષ વડે ઊંચી ગ્રીવાવાળાં બનેલાં હરણાંઓ દ્વારા પણ પાન થાય છે.)
દિવ્ય ધ્વનિ વિશે “વીતરાગસ્તવ'ની ટીકામાં કહ્યું છે :
तथा धर्मोपदेशावसरे हि भगवान् स्वभावसुभगंभविष्णुना श्रोतृजनश्रोत्रपुटप्रविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशनां विधत्ते, किन्तु वृत्तिंकृत इव सूत्रं, सुरास्तमेव स्वरमायोजनं विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते।
[ધર્મનો ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોના કર્ણવિવરોમાં પેસતા અમૃતની નીક જેવા અને અનાયાસે બોલાતા સ્વર વડે દેશના આપે છે. પરંતુ જેમ ટીકાકારો સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાઓ ચારે બાજુ એક યોજન સુધી વિસ્તારે છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકત હોવાથી તે અપેક્ષાએ દિવ્ય ધ્વનિ કહેવાય છે.
વળી, “વીતરાગસ્તવની અવમૂરિમાં દિવ્ય ધ્વનિનું સવિસ્તર વર્ણન કરતાં કહેવાયું છે :
Page #8
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
૩૫૩
‘હે સર્વાતિશાય વચનના સ્વામી ! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રોતાજનોના કર્ણમાં પેસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણી વડે જ્યારે સમવસરણમાં ભવ્યજનોના કલ્યાણને માટે આપ ધર્મદેશના આપો છો ત્યારે ભક્તિથી નિર્ભર હૃદયવાળા દેવતાઓ તે વાણીને સર્વ દિશાઓમાં એક યોજન સુધી વિસ્તારે છે. એથી જ એ ધ્વનિ દેવતાઓ વડે વિસ્તારાતો હોવાથી દિવ્ય ધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે.
‘ક્ષીરાસ્રવી, સર્પિરાસવી, મધ્યાસવી અને અમૃતાસવી મુનિવરોમાં ચૂડામણિ સમાન હે જિનદેવ ! મેરુ પર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન ગંભીર નાદ વડે જ્યારે આપ દેશના આપો છો ત્યારે માધુર્યરસથી પરિપૂર્ણ એવા આપની વાણીના ધ્વનિને અપૂર્વ આનંદમાં નિમગ્ન મન વડે દેવગણો તો સાંભળે જ છે, કિન્તુ અનુપમ સહજ પરમ સુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અર્ધનિમીલિત થયાં છે એવાં મૃગલાંઓ પણ તેને તીવ્ર સ્પૃહાથી સાંભળે છે.
‘સર્વ જીવોના વચનથી અનંતગુણ ઉપાદેયતાવાળાં વચનના સ્વામી ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્ય ધ્વનિને સાંભળે છે ત્યારે તેઓની ગ્રીવાઓ હર્ષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલેખિત હોય તેવાં અતિ સ્થિર થઈ જાય છે ! હે નાથ ! આપનો તે લોકોત્તમ ધ્વનિ માલવકૈશિકી (માલકોશ) પ્રમુખ ગ્રામરાગો વડે, પવિત્રિતસંવલિત હોય છે. જગતના પરમગુરુ, હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં મૃનૈઃ વીતઃ (તે ધ્વનિનું મૃગલાંઓ વડે પાન કરાયું) એવું એટલા માટે કહે છે કે મૃગલાંઓ ધ્વનિપ્રિય હોય છે. સર્વજ્ઞત્વના કારણે સંગીતના ગ્રામરાગોના સર્વતત્ત્વને જાણનાર હે કલાનાથ! આપ માલવૌશિકી રાગમાં ધર્મદેશના એટલા માટે આપો છો કે તે વૈરાગ્ય૨૨સને વ્યક્ત કરવા માટે અતિ સરસ હોય છે.’
દિવ્ય ધ્વનિ વિશે ઉપાધ્યાય વિનવિજયજીએ ‘લોકપ્રકાશમાં કહ્યું છે.
मालवकैशिकीमुख्यग्रामरागांचीतोऽर्हताम् ।
आयोजनं ध्वनिर्दिव्यध्वनिमिश्रः प्रसर्पति ।।
[માલકોશપ્રમુખ રાગોમાં કહેવાતી ભગવંતની દેશનાનો ધ્વનિ (દેવતાઓએ કરેલા) દિવ્ય ધ્વનિથી મિશ્ર થઈને એક યોજન સુધીમાં ફેલાય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૩૫૪
જિનતત્ત્વ દિગમ્બર પરંપરાનુસાર દિવ્ય ધ્વનિની એક વ્યાખ્યા એવી આપવામાં આવે છે કે તીર્થંકર પરમાત્માને જે સમયે કેવળજ્ઞાન થાય છે બરાબર તે જ સમયે એમના સમગ્ર શરીરનાં સવાંગોમાંથી મેઘગર્જના જેવો ઢંકારરૂપી દિવ્ય ધ્વનિ નીકળે છે અને તે એક યોજન સુધી સંભળાય છે. ભગવાનના મુખનાં બધાં ઉચ્ચારણ-અવયવો એટલે કે તાળવું, જીભ, કંઠ, હોઠ, મુખ વગેરે બંધ અથવા શાંત જ હોય છે, તેમ છતાં આ ધ્વનિ પ્રકટ થાય છે. એ ધ્વનિ ભગવાન પોતે પોતાની ઇચ્છાથી પ્રકટ કરે છે એવું નથી. ભગવાનની ત્યારે કોઈ ઇચ્છા હોતી નથી, પરંતુ એ ધ્વનિ એમના દેહમાંથી સહજ રીતે પ્રકટ થાય છે. એ ધ્વનિ એમ કેવી રીતે પ્રગટ થઈ શકે એવો પ્રશ્ન થાય. એનો ઉત્તર એ છે કે ભવ્ય જીવોના પુણ્યના ઉદયથી તે દિવ્ય ધ્વનિ ભવ્ય જીવોને માટે પ્રગટ થાય છે. આ ધ્વનિ કારરૂપી હોય છે અને તે સાંભળનાર સર્વ જીવોને અતિશય આહ્વાદ આપે છે. સાંભળનાર સર્વ જીવોના કલ્યાણરૂપ એ દિવ્ય ધ્વનિ હોય છે.
દિગમ્બર પરંપરા અનુસાર દિવ્ય ધ્વનિનો બીજો પ્રકાર તે સર્વમાગધી ભાષા છે. ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે ભવ્ય મનુષ્યોની પ્રચલિત લોકભાષામાં આપે છે, પરંતુ ભગવાનની વાણીની એ ચમત્કૃતિ હોય છે કે ત્યાં આવેલા દેવો, મનુષ્યો અને પ્રાણીઓ એ દરેકની પોતપોતાની ભાષામાં ભગવાનની એ દેશના રૂપાંતરિત થઈ જાય છે અને એથી ભગવાનની દેશના સર્વને સમજાય છે. “યોગશાસ્ત્રમાં પદ્રાચાર્યે કહ્યું છે : નિનનિખાષાનાવનધવવોર* ભગવાનની વાણીનો આ એક “અતિશય” છે. સમવસરણમાં ભગવાનની દેશનારૂપી સર્વમાગધી ભાષામાં જ્યારે દિવ્ય ધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણધરો ઉપસ્થિત હોય છે. એટલે કહેવાય છે કે ભગવાનનો સર્વભાષારૂપી દિવ્ય ધ્વનિ હંમેશા ગણધરોની ઉપસ્થિતિમાં જ પ્રગટ થાય છે.
દિગમ્બર પરંપરા અનુસાર તીર્થંકર ભગવાનનો સ્વભાવત: પ્રગટ થતો દિવ્ય ધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવમુહૂર્ત સુધી અખ્ખલિત નીકળે છે અને તે એક યોજન સુધી સંભળાય છે. પરંતુ સમવસરણમાં ભગવાનનો સર્વમાગધીભાષારૂપી જે દિવ્ય ધ્વનિ હોય છે તે ગણધરો, દેવો, ચક્રવર્તીઓ વગેરેના પ્રશ્નોના ઉત્તરરૂપે અન્ય કાળે પણ પ્રગટ થાય છે.
ભગવાનનાં સર્વાંગમાંથી પ્રગટ થતો દિવ્ય ધ્વનિ ૐકારરૂપી હોય છે
Page #10
--------------------------------------------------------------------------
________________ દિવ્ય ધ્વનિ ૩પપ અને એટલા માટે એ દિવ્ય ધ્વનિને અક્ષરાત્મક કહેવામાં આવે છે, પરંતુ ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે તેમના મુખમાંથી પ્રગટ થતો દિવ્ય ધ્વનિ અક્ષરાત્મક હોય છે. ભગવાનના સમવસરણની જ્યાં જ્યાં જે રચના થાય છે તેમાં જે ભવ્ય મનુષ્યો આવેલાં હોય છે તે બધાંની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુભાષાની સંખ્યા સાત સો જેટલી હોય છે અને તે દરેકને ભગવાનની દેશના પોતપોતાની ભાષામાં પરિણમે છે. તદુપરાંત સમવસરણમાં આવેલાં જુદાં જુદાં પ્રાણીઓને ભગવાનની દેશનાની ભાષા પોતપોતાની ભાષાના રૂપમાં પરિણમે છે. શાસ્ત્રકારો ઉપમા આપતાં કહે છે કે જેમ આકાશમાં મેઘવર્ષા એક રૂપે જ હોય છે, પરંતુ નીચે આવ્યા પછી ભિન્નભિન્ન સ્થળ અનુસાર તે વર્ષાનું પાણી જુદે જુદે સ્થળે જુદાં જુદં રૂપમાં પરિણમે છે, તેવી જ રીતે ભગવાનની વાણી એક જ રૂપની હોવા છતાં સર્વ જીવોને પોતપોતાની ભાષામાં પરિણમે છે. ભગવાનની વાણીનો આ એક અતિશય છે. સમવસરણ કે પ્રાતિહાર્યનું આલંબન લઈ તપ, જાપ કે ધ્યાન દ્વારા જિનેશ્વર ભગવાનની આરાધના કરાય છે. દિવ્ય ધ્વનિના આલંબન દ્વારા થતી આરાધના માટેનો મંત્ર શાસ્ત્રકારોએ આ પ્રમાણે આપ્યો છે : ૐ શું મનરામરાदित्यध्वनिप्रातिहार्योपशोभिताय श्रीजिनाय नमः / ભવ્ય જીવોને સ્વર્ગાપવર્ગના કલ્યાણમાર્ગ તરફ આકર્ષવાર જિનેશ્વર ભગવાનની દેશનારૂપી દિવ્ય વાણીનો અને પ્રાતિહાર્ય દિવ્ય ધ્વનિનો મહિમા જેવોતેવો નથી. ધર્મરુચિહીન કે તત્ત્વરુચિહન પૃથજનને તો તેની કલ્પના પણ ન આવી શકે !