SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય ધ્વનિ ૩૪૯ આ આઠ પ્રાતિહાર્યોમાં દિવ્ય ધ્વનિ નામના પ્રાતિહાર્યમાં કેટલીક વિશેષ વિચારણા થઈ છે અને શ્રેતામ્બર તથા દિગમ્બર પરંપરામાં તેનું કેટલુંક અર્થઘટન જુદી જુદી રીતે થયું છે. “દિવ્ય ધ્વનિ એટલે શું ? દિવ્ય એટલે દૈવી. એનો એક અર્થ થાય છે દેવક' ને બીજો અર્થ થાય છે “લોકોત્તર.” એટલે દિવ્ય ધ્વનિનો એક અર્થ થાય છે દેવતાઓએ કરેલો ધ્વનિ અને બીજો અર્થ થાય છે તીર્થંકર ભગવાનની વાણીરૂપ લોકોત્તર, દિવ્ય ધ્વનિ. સમવસરણ વખતે દેવતાઓ અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, સિંહાસન વગેરે પ્રાતિહાર્યોની રચના તો કરે છે, પરંતુ દેશનાની વાણીરૂપ દિવ્ય ધ્વનિ તો તીર્થંકર પરમાત્માનો પોતાનો હોય છે. એમનું એ આત્મભૂત લક્ષણ છે. તો તેમાં પ્રાતિહાર્યપણું કેવી રીતે ઘટી શકે ? - એવો પ્રશ્ન કોઈને થાય. એનો ખુલાસો કરતાં “પ્રવચન-સારોદ્ધાર' વગેરે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે માલવ અને કેશિકીય વગેરે રાગ વડે તીર્થંકર પરમાત્મા સમવસરણમાં જે દેશના આપે છે તે વખતે ભગવાનની બંને બાજુ રહેલા દેવો વીણા, વેણુ વગેરે વાદ્યોના ધ્વનિ વડે ભગવંતના શબ્દોને વધુ મધુર અને કર્ણપ્રિય બનાવે છે. જેમ કોઈ ગાયકના મધુર ગતિધ્વનિને સંગીતકારો વાજિત્રોના ધ્વનિ વડે વધારે મધુર કરે છે તેવી રીતે દેવો પણ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને એમની દેશનાના દિવ્ય ધ્વનિને વધુ આફ્લાદક બનાવે છે. એટલે જેટલા અંશમાં દેવો વાજિંત્રો વડે ભગવાનની વાણીને વધુ મધુર બનાવે છે તેટલા અંશમાં દેવોનું એ પ્રાતિહાર્યપણું ગણવામાં આવે છે. એટલે દિવ્ય ધ્વનિને પ્રાતિહાર્ય તરીકે ગણવામાં કોઈ બાધ રહેતો નથી. આના અનુસંધાનમાં બીજો પ્રશ્ન એવો થાય કે શું તીર્થંકર પરમાત્માની વાણીમાં એવી ન્યૂનતા હોય છે કે દેવોએ એને મધુર કર્ણપ્રિય બનાવવાની જરૂર પડે ? એનો ઉત્તર એ છે કે તીર્થંકર પરમાત્માની વાણી તો જન્મથી જ અતિશયયુક્ત હોય છે. એટલે એમાં ન્યૂનતા હોવાનો પ્રશ્ન જ નથી રહેતો. દેવો તે દેશના સમયે દિવ્ય ધ્વનિ કરે છે તે કોઈ ન્યૂનતા દૂર કરવા માટે નહિ, પણ પોતાના અદમ્ય ભક્તિભાવને વ્યક્ત કર્યા વગર તેઓ રહી શકતા નથી માટે તેઓ દિવ્ય ધ્વનિ કરે છે. દેવોનો દિવ્ય ધ્વનિ માત્ર માધુર્ય માટે જ નહિ પણ ભગવાનની દેશનાના ધ્વનિને એક યોજન સુધી પ્રસારવા માટે પણ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249451
Book TitleDivyadhwani
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Tirthankar
File Size460 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy