________________ દિવ્ય ધ્વનિ ૩પપ અને એટલા માટે એ દિવ્ય ધ્વનિને અક્ષરાત્મક કહેવામાં આવે છે, પરંતુ ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે તેમના મુખમાંથી પ્રગટ થતો દિવ્ય ધ્વનિ અક્ષરાત્મક હોય છે. ભગવાનના સમવસરણની જ્યાં જ્યાં જે રચના થાય છે તેમાં જે ભવ્ય મનુષ્યો આવેલાં હોય છે તે બધાંની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુભાષાની સંખ્યા સાત સો જેટલી હોય છે અને તે દરેકને ભગવાનની દેશના પોતપોતાની ભાષામાં પરિણમે છે. તદુપરાંત સમવસરણમાં આવેલાં જુદાં જુદાં પ્રાણીઓને ભગવાનની દેશનાની ભાષા પોતપોતાની ભાષાના રૂપમાં પરિણમે છે. શાસ્ત્રકારો ઉપમા આપતાં કહે છે કે જેમ આકાશમાં મેઘવર્ષા એક રૂપે જ હોય છે, પરંતુ નીચે આવ્યા પછી ભિન્નભિન્ન સ્થળ અનુસાર તે વર્ષાનું પાણી જુદે જુદે સ્થળે જુદાં જુદં રૂપમાં પરિણમે છે, તેવી જ રીતે ભગવાનની વાણી એક જ રૂપની હોવા છતાં સર્વ જીવોને પોતપોતાની ભાષામાં પરિણમે છે. ભગવાનની વાણીનો આ એક અતિશય છે. સમવસરણ કે પ્રાતિહાર્યનું આલંબન લઈ તપ, જાપ કે ધ્યાન દ્વારા જિનેશ્વર ભગવાનની આરાધના કરાય છે. દિવ્ય ધ્વનિના આલંબન દ્વારા થતી આરાધના માટેનો મંત્ર શાસ્ત્રકારોએ આ પ્રમાણે આપ્યો છે : ૐ શું મનરામરાदित्यध्वनिप्रातिहार्योपशोभिताय श्रीजिनाय नमः / ભવ્ય જીવોને સ્વર્ગાપવર્ગના કલ્યાણમાર્ગ તરફ આકર્ષવાર જિનેશ્વર ભગવાનની દેશનારૂપી દિવ્ય વાણીનો અને પ્રાતિહાર્ય દિવ્ય ધ્વનિનો મહિમા જેવોતેવો નથી. ધર્મરુચિહીન કે તત્ત્વરુચિહન પૃથજનને તો તેની કલ્પના પણ ન આવી શકે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org