Book Title: Divyadhwani Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 8
________________ દિવ્ય ધ્વનિ ૩૫૩ ‘હે સર્વાતિશાય વચનના સ્વામી ! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રોતાજનોના કર્ણમાં પેસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણી વડે જ્યારે સમવસરણમાં ભવ્યજનોના કલ્યાણને માટે આપ ધર્મદેશના આપો છો ત્યારે ભક્તિથી નિર્ભર હૃદયવાળા દેવતાઓ તે વાણીને સર્વ દિશાઓમાં એક યોજન સુધી વિસ્તારે છે. એથી જ એ ધ્વનિ દેવતાઓ વડે વિસ્તારાતો હોવાથી દિવ્ય ધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે. ‘ક્ષીરાસ્રવી, સર્પિરાસવી, મધ્યાસવી અને અમૃતાસવી મુનિવરોમાં ચૂડામણિ સમાન હે જિનદેવ ! મેરુ પર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન ગંભીર નાદ વડે જ્યારે આપ દેશના આપો છો ત્યારે માધુર્યરસથી પરિપૂર્ણ એવા આપની વાણીના ધ્વનિને અપૂર્વ આનંદમાં નિમગ્ન મન વડે દેવગણો તો સાંભળે જ છે, કિન્તુ અનુપમ સહજ પરમ સુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અર્ધનિમીલિત થયાં છે એવાં મૃગલાંઓ પણ તેને તીવ્ર સ્પૃહાથી સાંભળે છે. ‘સર્વ જીવોના વચનથી અનંતગુણ ઉપાદેયતાવાળાં વચનના સ્વામી ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્ય ધ્વનિને સાંભળે છે ત્યારે તેઓની ગ્રીવાઓ હર્ષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલેખિત હોય તેવાં અતિ સ્થિર થઈ જાય છે ! હે નાથ ! આપનો તે લોકોત્તમ ધ્વનિ માલવકૈશિકી (માલકોશ) પ્રમુખ ગ્રામરાગો વડે, પવિત્રિતસંવલિત હોય છે. જગતના પરમગુરુ, હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં મૃનૈઃ વીતઃ (તે ધ્વનિનું મૃગલાંઓ વડે પાન કરાયું) એવું એટલા માટે કહે છે કે મૃગલાંઓ ધ્વનિપ્રિય હોય છે. સર્વજ્ઞત્વના કારણે સંગીતના ગ્રામરાગોના સર્વતત્ત્વને જાણનાર હે કલાનાથ! આપ માલવૌશિકી રાગમાં ધર્મદેશના એટલા માટે આપો છો કે તે વૈરાગ્ય૨૨સને વ્યક્ત કરવા માટે અતિ સરસ હોય છે.’ દિવ્ય ધ્વનિ વિશે ઉપાધ્યાય વિનવિજયજીએ ‘લોકપ્રકાશમાં કહ્યું છે. मालवकैशिकीमुख्यग्रामरागांचीतोऽर्हताम् । आयोजनं ध्वनिर्दिव्यध्वनिमिश्रः प्रसर्पति ।। [માલકોશપ્રમુખ રાગોમાં કહેવાતી ભગવંતની દેશનાનો ધ્વનિ (દેવતાઓએ કરેલા) દિવ્ય ધ્વનિથી મિશ્ર થઈને એક યોજન સુધીમાં ફેલાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10