Book Title: Divyadhwani
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૩૫૪ જિનતત્ત્વ દિગમ્બર પરંપરાનુસાર દિવ્ય ધ્વનિની એક વ્યાખ્યા એવી આપવામાં આવે છે કે તીર્થંકર પરમાત્માને જે સમયે કેવળજ્ઞાન થાય છે બરાબર તે જ સમયે એમના સમગ્ર શરીરનાં સવાંગોમાંથી મેઘગર્જના જેવો ઢંકારરૂપી દિવ્ય ધ્વનિ નીકળે છે અને તે એક યોજન સુધી સંભળાય છે. ભગવાનના મુખનાં બધાં ઉચ્ચારણ-અવયવો એટલે કે તાળવું, જીભ, કંઠ, હોઠ, મુખ વગેરે બંધ અથવા શાંત જ હોય છે, તેમ છતાં આ ધ્વનિ પ્રકટ થાય છે. એ ધ્વનિ ભગવાન પોતે પોતાની ઇચ્છાથી પ્રકટ કરે છે એવું નથી. ભગવાનની ત્યારે કોઈ ઇચ્છા હોતી નથી, પરંતુ એ ધ્વનિ એમના દેહમાંથી સહજ રીતે પ્રકટ થાય છે. એ ધ્વનિ એમ કેવી રીતે પ્રગટ થઈ શકે એવો પ્રશ્ન થાય. એનો ઉત્તર એ છે કે ભવ્ય જીવોના પુણ્યના ઉદયથી તે દિવ્ય ધ્વનિ ભવ્ય જીવોને માટે પ્રગટ થાય છે. આ ધ્વનિ કારરૂપી હોય છે અને તે સાંભળનાર સર્વ જીવોને અતિશય આહ્વાદ આપે છે. સાંભળનાર સર્વ જીવોના કલ્યાણરૂપ એ દિવ્ય ધ્વનિ હોય છે. દિગમ્બર પરંપરા અનુસાર દિવ્ય ધ્વનિનો બીજો પ્રકાર તે સર્વમાગધી ભાષા છે. ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે ભવ્ય મનુષ્યોની પ્રચલિત લોકભાષામાં આપે છે, પરંતુ ભગવાનની વાણીની એ ચમત્કૃતિ હોય છે કે ત્યાં આવેલા દેવો, મનુષ્યો અને પ્રાણીઓ એ દરેકની પોતપોતાની ભાષામાં ભગવાનની એ દેશના રૂપાંતરિત થઈ જાય છે અને એથી ભગવાનની દેશના સર્વને સમજાય છે. “યોગશાસ્ત્રમાં પદ્રાચાર્યે કહ્યું છે : નિનનિખાષાનાવનધવવોર* ભગવાનની વાણીનો આ એક “અતિશય” છે. સમવસરણમાં ભગવાનની દેશનારૂપી સર્વમાગધી ભાષામાં જ્યારે દિવ્ય ધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણધરો ઉપસ્થિત હોય છે. એટલે કહેવાય છે કે ભગવાનનો સર્વભાષારૂપી દિવ્ય ધ્વનિ હંમેશા ગણધરોની ઉપસ્થિતિમાં જ પ્રગટ થાય છે. દિગમ્બર પરંપરા અનુસાર તીર્થંકર ભગવાનનો સ્વભાવત: પ્રગટ થતો દિવ્ય ધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવમુહૂર્ત સુધી અખ્ખલિત નીકળે છે અને તે એક યોજન સુધી સંભળાય છે. પરંતુ સમવસરણમાં ભગવાનનો સર્વમાગધીભાષારૂપી જે દિવ્ય ધ્વનિ હોય છે તે ગણધરો, દેવો, ચક્રવર્તીઓ વગેરેના પ્રશ્નોના ઉત્તરરૂપે અન્ય કાળે પણ પ્રગટ થાય છે. ભગવાનનાં સર્વાંગમાંથી પ્રગટ થતો દિવ્ય ધ્વનિ ૐકારરૂપી હોય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10