Book Title: Divyadhwani
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૩પ૦ જિનતત્ત્વ તીર્થકર ભગવાનની વાણીરૂપી દિવ્ય ધ્વનિને અતિશય તરીકે ગણાવવામાં આવે છે. તીર્થંકર ભગવાનના એવા ચોત્રીસ અતિશય છે. તેમાં ચાર અતિશય તે મુલાતિશય છે. ઓગણીસ અતિશય દેવોએ કરેલા હોય છે અને અગિયાર અતિશય કર્મનો ક્ષય થયા પછી પ્રગટ થાય છે. દિગમ્બર પરંપરા પ્રમાણે ભગવાનના ચોત્રીસ અતિશયના એ જ પ્રમાણે ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે : (૧) સહજાતિશય, (૨) કર્મલયજ અતિશય, અને (૩) દેવફત આતિશય, પરંતુ દિગમ્બર પરંપરામાં તે દરેક પ્રકારના અતિશયોની સંખ્યામાં ફરક છે. તેમાં સહજાતિશયોની સંખ્યા દસ છે, કર્મક્ષયજ અતિશયની સંખ્યા પણ દસ છે અને દેવકૃત અતિશયની સંખ્યા ચૌદ છે. એમાં ભગવાનની જન્મથી હિતકારી અને પ્રિય વાણીને સહજાતિશય તરીકે ઓળખવામાં આવે છે અને સમવસરણની સર્વભાષારૂપ વાણીને દેવકૃત અતિશય તરીકે ગણવામાં આવે છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે તીર્થંકર પરમાત્માના આઠ પ્રાતિહાર્યમાંથી અશોકવૃક્ષ, સુરપુષ્ટવૃષ્ટિ, ચામર, આસન, દુંદુભિત્ર એ છે પ્રાતિહાર્યનો સમાવેશ દેવકત અતિશયમાં થાય છે. ભામંડળ પ્રાતિહાર્યનો સમાવેશ કર્મલયજ અતિશયમાં થાય છે. પરંતુ દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્યના (એટલે દેવોએ વીણા, વેણુ વગેરે દ્વારા કરેલા ધ્વનિનો) સમાવેશ કોઈ અતિશયમાં થતો નથી. અલબત્ત, ભગવાનની પોતાની વાણીરૂપ જે દિવ્ય ધ્વનિ છે તેને ચોત્રીસ અતિશયમાંના એક અતિશય તરીકે ગણવામાં આવે છે. તીર્થંકર પરમાત્માની દિવ્ય વાણી પાંત્રીસ પ્રકારના ઉત્તમ ગુણોથી યુક્ત હોય છે. એ ગુણો નીચે પ્રમાણે છે : (૧) સંસ્કારવત, (૨) ઉદાત્ત (ઊંચા સ્વરે) (૩) ઉપચારોપેત (અગ્રામ્ય), (૪) ગંભીર શબ્દ (મઘગંભીર), (૫) અનુનાદિ (પ્રતિધ્વનિયુક્ત – સરસ પડઘો પડે, રણકો થાય), (૬) દક્ષિણ (સરળ), (૭) ઉપનીતરાગ (માલકોશ વગેરે રાગોથી યુક્ત), (૮) મહાર્થ (મહાન અર્થવાળી), (૯) અવ્યાહત પૌર્વાપર્ય (પરસ્પર વિરોધ વિનાની), (૧૦) શિષ્ટ, (૧૧) અસંદિગ્ધ (સંદેહરહિત), (૧૨) અપાહતાન્યોત્તર (બીજાં કોઈ દૂષણ ન બતાવી શકે એવી), (૧૩) હૃદયગ્રાહી, (૧૪) દેશકાલાવ્યતીત, (૧૫) તત્ત્વાનુરૂપ. (૧૬) અપ્રકીર્ણપ્રસૃત, (૧૭) અન્યોન્યપ્રગૃહીત, (૧૮) અભિજાત, (૧૯) અતિસ્નિગ્ધ મધુર, (૨૦) અપરમર્મવિદ્ધ (બીજાઓનાં મર્મને-રહસ્યોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10