________________
चतुराशीति विज्ञेया ब्राह्मणा द्विजकणि
धर्म शास्त्र गुणैर्युक्ता भोगैश्वयैविभूषिता ॥ ३ ॥ પ્રભાસક્ષેત્રમાં જેની ઉત્પત્તિ છે તેવા શિલ્પ કર્મના જ્ઞાતા સેમપુરા વિશ્વકર્મા સ્વરુપ છે. સોમનાથજીની આજ્ઞાવડે વિશ્વકર્માના અનુગામી પાષાણ કર્મના કર્તા, ચોરાશી કળાના જ્ઞાતા, ચોરાશી પ્રકારના બ્રાહ્મણેમાં ધર્મશાસ્ત્રના ગુણથી યુક્ત, ભેગ અને એશ્ચર્ય વડે ભતા એવા દ્વિજ કર્મમાં અનુરક્ત સોમપુરા બ્રાહ્મણે થયા.
शिल्पिनः हृदये ब्रह्मा इस्तयो विष्णुश करौ ।
चंद्रादित्यौ च चक्षुषोः सर्वा गे मात्र देवता ॥ ४ ॥ ઉપર કહ્યા તેવા સોમપુરા શિપીના હદયમાં બ્રહ્મા વસે છે. તેના બને હાથમાં વિષ્ણુ અને શિવ રહે છે. તેની બે આંખમાં સૂર્ય અને ચંદ્ર બિરાજે છે. અને તેના અંગે પાંગમાં સર્વ દેવતાઓ વસે છે. આ સર્વ વિધાન “સોમપુરાણ” નામે ગ્રંથમાં આપ્યું છે.
સોમપુરા શિલ્પીઓએ ધંધા તરીકે શિલ્પને વ્યવસાય ગ્રહણ કર્યો. “શરૂમાં સામાન્ય કેળવણી લેતા હતા. તેથી સંસ્કારી ને કેળવાયેલા હતા. પણ પાછળથી એકલા ધંધા તરફ લક્ષ આપી કેળવણી તરફ દુર્લક્ષ કર્યું. જેથી શિલ્પના સંસ્કૃત ગ્રંથમાં તેઓ બહુ ડું સમજતા થયા. છતાં પેઢી દર પેઢીને બંધ હોવાથી શિપના સંસ્કાર જળવાઈ રહ્યા. પુરા પિતા પાસેથી શિલ્પના, ક્રિયાત્મક જ્ઞાનને લાભ પામત. તેથી પુસ્તકોની જરૂરીયાત ઓછી રહેતી. તેથી જુની શિલ્પગ્રંથની પિથીનું પૂજન કરી સંતોષ પકડતા થયા. અને પુસ્તકને મિલકત ગણવા લાગ્યા. પુસ્તકે જીર્ણ થતાં અભણ લહિયા પાસે તેની નકલ લખાવતા. જેમાં પાર વિનાની અશુદ્ધિઓ પ્રવેશ પામી. પરિણામે શિ૯૫ ગ્રંથોમાં અપભ્રંશ ખૂબ પ્રસર્યું. મૂળ શબ્દ શોધવાનું પણ કઠણ થયું. અજ્ઞાનના લીધે તેમજ વિદ્યા-ચેરીના ભયે ગ્રંથો પટારામાં પડી ઉધઈના ભંગ બન્યા તે કઈ અશ્ચિને પણ ભેગા થયા. બાકી રહ્યા તે ખૂબ જ અશુદ્ધ છે. પુસ્તકોને તેના મૂળ સ્વરૂપમાં મૂકવા સારૂ અખૂટ ધીરજ, ધન અને તેને ક્રિયાત્મક જ્ઞાનની જરૂર છે.
સ્કંધ પુરાણમાં ઉલ્લેખ છે કે “દેએ શિલ્પ સ્થાપત્યને વ્યવસાય સેમપુરા શિલ્પીને અર્પણ કર્યો.” આ સોમપુરા શિલ્પીઓ પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર, ગુજરાત, લાટ, કચ્છ, મેવાડ, રાજસ્થાન (મરૂભૂમિ) આદિ પ્રદેશના રાજ્યમાં સારે સત્કાર પામ્યા અને ત્યાંજ વસવાટ કર્યો. આજ પણ કેટલાક શિલ્પીઓ મેવાડમારવાડમાં ખેતરે જમીન ધરાવે છે. આ જ્ઞાતિના અમુક કુટુંબોએ પરંપરાને શિલ્પને અભ્યાસ જારી રાખી શિવિદ્યાને જાળવી રાખી છે. અલબત્ત તેમને