________________
૫૦
મંદિરે લગભગ અખંડિત છે. એશિયા (બિકાનેર) માં સૂર્યના બાર મંદિર છે. ત્યાંની કળા ગુપ્ત કાળ પછીની રચનાની કૃતિ છે. જયપુર તથા જોધપુરની હદમાં ગુપ્ત કાળના પાંચમી સદીના મંદિરના અવશે મળે છે. ઉદયપુર રાજ્યમાં એકલિંકજીના મંદિરે કળામય બારમી તેરમી સદીના છે. સોળમી સતરમી સદીનું ઉદયપુરનું જગદીશનું ભ્રમવાળું મંદિર સુંદર છે. કાંકરેલી પાસે રાયસાગરના કાંઠે નવચોકીનું સ્થાપત્ય દર્શનીય છે. જોધપુર રાજ્યનું રાણકપુરનું ચતુર્મુખ જેની ભવ્ય વિશાળ મંદિર કારીગીરીના ઉત્તમ નમુના રૂપ સેમપુરા “દેપાક " શિલ્પીની અદ્દભૂત કળાકૃતિ છે. ગુજરાતના સિદ્ધપુરના રાજપ્રાસાદના પુરાણા સ્થાપત્યની પ્રતિકૃતિ રૂપ આ રાણકપુરની કૃતિ છે એ પુરાતત્વોનો ઉલ્લેખ છે. કમનસીબે સિદ્ધપુરના એ રાજપ્રાસાદનું આજ ચાર પાંચ વર્ષ થયાં અસ્તિત્વ જ રહ્યું નથી.
ભારતના અન્ય પ્રદેશોની સાથે સરખાવતાં ગુજરાત સુખી અને ઉદ્યોગશીલ ગણાય છે. ગુજરાતની ઉત્તરે આવેલ આબુ પહાડ ઉપરના દેલવાડાના જૈન મંદિરે અને અંબાજી આરાસણ-કુંભારિયાજીના મંદિરના નિર્માતા વિમળશાહ અને વસ્તુપાળ હતા. આબુના વસ્તુપાળના કળાપૂર્ણ મંદિરના સ્થપતિ સોમપુરા શેભનદેવ શ્રી વિશ્વકર્માના અવતાર સમા હતા. આબુ અચળેશ્વરના શિવ અને જૈન મંદિરે સુંદર નકશીદાર છે. સફેદ દુધ જેવા આરસના બાંધેલા આબુ દેલવાડાના કળાના ઉત્કૃષ્ટ નમુના રૂપ આ પ્રાસાદે જગતની બેનમુન શિલ્ય કૃતિ છે. સ્તંભે, છત, ઘુમટો, દિવાલોને પ્રત્યેક પાષાણ બારિક નકશીથી ભરપુર છે. તે બધા અગ્યારમીથી બારમી સદીના મંદિરો છે.
જેનેના પહાડી તીર્થોમાં આબુ, શત્રુજ્ય, ગિરનાર, સમેતશિખર ઉપરના જૈન મંદિર પ્રસંશનીય છે. પવિત્ર શત્રુજ્ય પહાડ પર હજારો કળામય મંદિરો અને મૂર્તિઓ છે. તેથી તેને વિદેશીઓ “સીટી ઓફ ટેમ્પલ” (મંદિરનું નગર)ના નામથી ઓળખાવે છે. અહીં ૧૧ મી સદીથી માંડી અઢારમી સદી સુધીમાં મંદિરે બાંધેલા છે ને હજુ બંધાય છે. મંદિરના સમૂહને અહીં ટુંક કહે છે. તેવી અહીં નવ ટુંકે છે. તેમાંની મોતીશાહની ટુંક આદિ બે ત્રણ ટુંકેનું બાંધકામ જગ્યાના અભાવે બે પહાડે વચ્ચેને ગાળો પુરી ભૂમિ સમતલ બનાવી કુશળતાપૂર્વક કર્યું છે. આ મેતીશાહની ટુંક બાંધનાર શિપી રામજી લાધારામ (આ ગ્રંથ લેખકના પ્રપિતામહ) વિશ્વકર્મા રૂપ હતા. શત્રુ તલાટી પર આગમ દ્ધારક શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીના ઉપદેશથી જૈનના પવિત્ર આગમસૂત્રો પાષાણ પર અંકિત કરીને એક વિશાળ “આગમ મંદિર બાંધ્યું છે તે તથા અણહીલપુર પાટણના પંચાસરનું બારમી સદીની કળાકૃતિરૂપ બાવન જીનાલયનું કળાપૂર્ણ વિશાળ જૈન મંદિર, તેમજ તીર્થોદ્ધારક આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીની પ્રેરણાથી કદમગિરી તીર્થ, અને પ્રભાસપાટણનું વિશાળ જૈન મંદિર એ સર્વ ભવ્ય કળાપૂર્ણ જૈન મંદિરે આ લેખકના રચેલા દર્શનીય છે.