Book Title: Dhyanashatakam Part 2
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય - - - - - જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠ-આઠ દાયકા સુધી પ્રવચન ગંગાનું વહેણ વહેવડાવી ભારતભરના ભવ્યોને જિનાજ્ઞા-મર્મનું મહાપ્રદાન કર્યું હતું. તેના મૂળમાં તેઓશ્રીમદે આજીવન કરેલી આગમાદિ શ્રુતની અપ્રમત્ત ઉપાસના હતી. તેઓશ્રીમની મૃતસિદ્ધિ અને શ્રતવિનિયોગની હાર્દિક અનુમોદનાના બીજરૂપ તેઓશ્રીમની પુણ્યસ્મૃતિને શાશ્વત બનાવવા કાજે અમોએ તેઓશ્રીમદુના મંત્રતુલ્ય નામ સાથે સંકળાયેલ ‘પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા' પ્રકાશિત કરવાનો શુભ નિર્ણય કર્યો હતો. તેઓશ્રીમદ્ભા પટ્ટાલંકાર સુવિશાલ ગચ્છાધિરાજ પૂ.આ.શ્રી. વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી આ શ્રેણીમાં અમો ઠીક-ઠીક આગળ વધી શક્યા હતા. વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજની છત્રછાયા અને તેઓશ્રીના શિષ્યપ્રવર પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શનને પામી વિવિધ શ્રુતસેવી મુનિવરો આદિ દ્વારા વિવિધ વિષયના પ્રતાકાર તેમજ પુસ્તકાકાર અનેક ગ્રંથો છપાયા બાદ આ જ શ્રેણીના ૨૩મા પુષ્પ તરીકે “ધ્યાનશતકમ-૨' આગમગ્રંથરત્નનું પ્રકાશન કરતાં અમને સવિશેષ આનંદની અનુભૂતિ થઈ રહી છે. જેના પ્રથમ ભાગમાં ધ્યાનશતકમૂળગ્રંથ-હારિભદ્રીયટીકા-ટિપ્પનપાઠાંતરોનો સમાવેશ કરાયો છે તથા બીજા ભાગમાં ધ્યાનશતકગ્રંથ સંબંધિ ૧થી ૩૬ પરિશિષ્ટોનો સમાવેશ કરાયો છે. જેમાં અનેક અપ્રગટ ગ્રંથોને પણ સમાવિષ્ટ કરાયા છે. પરમ યોગીશ્વરશ્રી અરિહંતપ્રભુ અને તેમના આજ્ઞાશાસનના વર્તતા પ્રત્યેક સૂરિ-વાચક-સાધુવંદના અનુગ્રહ તેમજ શાસનદેવોની શુભ સહાયથી ધ્યાનયોગસાધનાના પ્રકાશક આવા વધુને વધુ આગમાદિ ગ્રંથોના પ્રકાશનમાં અમે નિમિત્તરૂપ બનીએ એવી ભાવના ભાવવા સાથે સહુ કોઈ અધિકારી બની આવા શ્રતરત્નોના અભ્યસન દ્વારા પરમાત્મા શ્રી અરિહંત દેવોના યોગસામ્રાજ્યના સ્વામી બની શાશ્વત સુખરૂપ મોક્ષને પામે એ જ શુભકામના. - સભા પ્રકાશન Private & Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 350