Book Title: Dhyan ane Kayotsarg Author(s): Yashovijaysuri Publisher: Kalandri Jain Sangh View full book textPage 8
________________ સુસ્વાગતમ્ –આચાર્ય શ્રી. પ્રદ્યુમ્નસૂરિજી વારંવાર વાંચવાથી જ લાભ થાય તેવું પુસ્તક તમારા હાથમાં છે. મનુષ્યભવ યોગમાર્ગના યાત્રી બનવા માટે છે. એ યોગમાર્ગના યાત્રી માટે ભોમીયાની ગરજ સારનારું આ પુસ્તક છે. જેને જેને એ વિષયમાં રસ હોય તેને હાથમાં પેન લઈને વાંચવા જેવી, વાગોળવા જેવી ઘણી વાતો આમાં છે. એક કાળે જે રાજમાર્ગ હતો, કાળબળે તે કેડી બની ગઈ. કેડી બની તો બની પણ તેના ઉપર ધૂળ વળી ગઈ, વપરાશ ઘટ્યો. એકલ-દોકલ વટેમાર્ગુ એ કેડીને ઢૂંઢતા ઢૂંઢતા ચાલે છે તો ચાલે છે. વર્તમાનકાળે વ્યવહાર માર્ગ પૂરપાટ ચાલે છે. તેનાથી જરા જુદો, પણ લક્ષ્ય ઉપર જલ્દી પહોંચાડે તેવો રસ્તો આ છે. આજ કાલ જે બહિરંગ સાધના, દેહ-દમન વગેરે ચાલે છે તેના પ્રયોજન રૂપ નિશ્ચયનયની સુરેખ વાત મળી. ફરિયાદ ટળી. ભીતરી યાત્રાનો નકશો અહીં મળે છે. પુરાણા ચિદાનંદજી જેવા સાધકોની આંગળી પકડીને તેઓના શબ્દોના મર્મને ખોલીને આપણને એ રસ્તે આગળ વધવા લેખક પ્રેરે છે. 6 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 236