Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ यथेयमन्तःकरणोपयुक्तता, વિહિશ વિત્ર તિતાનં તપ: (Eા. , જ્ઞો.-૨૪) પ્રભુ, અંતઃકરણમાં ઉપયોગની અવિચ્છિન્ન જાગૃતિ અને બહાર કઠિન આસન - સ્થિરતાનું તપ : રાગને કચડી નાંખનારું આવું યંત્ર તમારા સિવાય કોઈ બીજાએ ચલાવ્યું જાણ્યું નથી.” ' રાગ અને દ્વેષનો વિજય કરી વીતરાગી તરીકે વિશ્વવિશ્રુત થનારા એ પ્રભુ મહાવીરે રાગ-દ્વેષનો ભુક્કો કરનાર કયું યંત્ર ચલાવ્યું હતું ? એ યંત્ર હતું સાત્વિનું, અખંડ જાગૃતિનું, જ્ઞાનોપયોગને વિશુદ્ધ રાખવાના અક્ષુણ્ણ પુરુષાર્થનું. બહારથી પ્રભુ મહાવીર અચળ-અડોલ ઊભેલા દેખાય, અંદર અવિરત અવધાન-સ્મૃતિ-સજગતાનું ચક્ર ચાલતું હોય. આપણે જાણીએ છીએ કે ભગવાન પ્રહરો અને ઘટિકાઓ સુધી કાયોત્સર્ગ કરતા. મહામુનિઓનાં વૃત્તાંતોમાં પણ કાયોત્સર્ગના જ ઉલ્લેખો આવે. તપનો અંતિમ પ્રકાર જૈન સાધનાપરંપરામાં જે જણાવવામાં આવ્યો છે તેનું નામ છે – વ્યુત્સર્ગ. સાધનાનો આખરી પડાવ છે : વ્યુત્સર્ગ અથવા કાયોત્સર્ગ. કાયોત્સર્ગ એ ઉત્સર્ગ-ઉત્સર્જનની સાધના છે; રેચનની, નિર્જરાની, ખાલી થવાની પ્રક્રિયા છે. કર્મો, કષાયો, કાયા, ભ્રાંતિ....આ બધા “ભાર'નું ઉત્સર્જન કરવા માટેનું યંત્ર એટલે શુદ્ધોપયોગ અને એનું માધ્યમ છે –કાયોત્સર્ગ મોહવિજય, ગ્રંથિભેદ, દેહાધ્યાસથી મુક્તિ - આ બધાનું ઉપકરણ છે કાયોત્સર્ગ. કાયાની સ્થિરતા (સ્થાન – “ઠાણેણં'), વાણીનો વિરામ (મૌન - “મોણેણં'), ઉપયોગની સ્થિરતા અને શુદ્ધિ (ધ્યાન - ઝાણેણં') –આવા ત્રિપાંખિયા ત્રિશૂળ સમો આ કાયોત્સર્ગ ભગવાન મહાવીર અને બીજા સર્વ મોહવિજેતાઓએ અજમાવેલું અમોઘ શસ્ત્ર છે. ઉપયોગ પર જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 236