________________
यथेयमन्तःकरणोपयुक्तता, વિહિશ વિત્ર તિતાનં તપ: (Eા. , જ્ઞો.-૨૪)
પ્રભુ, અંતઃકરણમાં ઉપયોગની અવિચ્છિન્ન જાગૃતિ અને બહાર કઠિન આસન - સ્થિરતાનું તપ : રાગને કચડી નાંખનારું આવું યંત્ર તમારા સિવાય કોઈ બીજાએ ચલાવ્યું જાણ્યું નથી.” ' રાગ અને દ્વેષનો વિજય કરી વીતરાગી તરીકે વિશ્વવિશ્રુત થનારા એ પ્રભુ મહાવીરે રાગ-દ્વેષનો ભુક્કો કરનાર કયું યંત્ર ચલાવ્યું હતું ? એ યંત્ર હતું સાત્વિનું, અખંડ જાગૃતિનું, જ્ઞાનોપયોગને વિશુદ્ધ રાખવાના અક્ષુણ્ણ પુરુષાર્થનું. બહારથી પ્રભુ મહાવીર અચળ-અડોલ ઊભેલા દેખાય, અંદર અવિરત અવધાન-સ્મૃતિ-સજગતાનું ચક્ર ચાલતું હોય.
આપણે જાણીએ છીએ કે ભગવાન પ્રહરો અને ઘટિકાઓ સુધી કાયોત્સર્ગ કરતા. મહામુનિઓનાં વૃત્તાંતોમાં પણ કાયોત્સર્ગના જ ઉલ્લેખો આવે. તપનો અંતિમ પ્રકાર જૈન સાધનાપરંપરામાં જે જણાવવામાં આવ્યો છે તેનું નામ છે – વ્યુત્સર્ગ. સાધનાનો આખરી પડાવ છે : વ્યુત્સર્ગ અથવા કાયોત્સર્ગ.
કાયોત્સર્ગ એ ઉત્સર્ગ-ઉત્સર્જનની સાધના છે; રેચનની, નિર્જરાની, ખાલી થવાની પ્રક્રિયા છે. કર્મો, કષાયો, કાયા, ભ્રાંતિ....આ બધા “ભાર'નું ઉત્સર્જન કરવા માટેનું યંત્ર એટલે શુદ્ધોપયોગ અને એનું માધ્યમ છે –કાયોત્સર્ગ
મોહવિજય, ગ્રંથિભેદ, દેહાધ્યાસથી મુક્તિ - આ બધાનું ઉપકરણ છે કાયોત્સર્ગ. કાયાની સ્થિરતા (સ્થાન – “ઠાણેણં'), વાણીનો વિરામ (મૌન - “મોણેણં'), ઉપયોગની સ્થિરતા અને શુદ્ધિ (ધ્યાન - ઝાણેણં') –આવા ત્રિપાંખિયા ત્રિશૂળ સમો આ કાયોત્સર્ગ ભગવાન મહાવીર અને બીજા સર્વ મોહવિજેતાઓએ અજમાવેલું અમોઘ શસ્ત્ર છે. ઉપયોગ પર જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org