Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ કાયોત્સર્ગ : પ્રક્રિયા અને પરિણામ – ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહાન જૈન શાસ્ત્રકાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી એક વાદવિજેતા મહાન તાર્કિક પંડિત તરીકે પ્રસિદ્ધ છે, પરંતુ તેઓ માત્ર પંડિત જ ન હતા, પ્રખર ચિંતક અને અઠંગ સાધક પણ હતા. તેમની પ્રમાણમાં ઓછી જાણીતી એવી કૃતિ-જાત્રિશત્ દ્વાત્રિશિકામાં દિવાકરજીનું ચિંતક અને સાધક વ્યક્તિત્વ પ્રખર રૂપે વ્યક્ત થયું છે. બત્રીસ બત્રીસીઓમાંથી એકવીશ જ ઉપલબ્ધ છે, અને એમાંની પાંચછ બત્રીસીઓ તો શ્રમણ ભગવાન મહાવીરની સ્તુતિની છે. આ સ્તુતિઓમાં માત્ર ગુણગાન કે મહિમાસ્થાપન નથી, પણ ભગવાનની સાધના, દેશના, પ્રતિભા, પુરુષાર્થ અને ઉપકારનું જ્ઞાનયોગીની દૃષ્ટિએ સમીક્ષણ છે, તુલના છે. ભગવાનના અંતરંગની છબી એમાં ઊપસી આવે છે જે કોઈ પણ વિચારશીલ-વિવેકશીલ સજ્જનને અભિભૂત કરી દે એવી છે. એ ગ્રંથમાંનો એક શ્લોક ભગવાનની સાધનાની વાત આ રીતે કરે છે :न रागनिर्भर्त्सनयन्त्रमीदृशं, त्वदन्यदृग्भिश्चलितं विगाहितम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 236