Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ ઉપયોગ સ્થાપીને ઉપયોગ—‘હોશ’ Awareness ને માંજી શકાય છે, અને સતેજ કરી શકાય છે. ઘૂંટી ઘૂંટીને- ઘસી ઘસીને તીક્ષ્ણ બનાવેલો આ ઉપયોગ સંસ્કારો-ગ્રંથિઓ-આવરણોનું ભેદન છેદન કરી આપે છે. દેહ સાથે તાદાત્મ્યનું ભાન કે ભ્રમ જ્યાં અભાનપણે દૃઢમૂળ બનીને બેઠા છે ત્યાં પહોંચીને તેનું ઉચ્છેદન કરવાનું છે. ચિત્ત પર કષાયનો સ્પર્શ જ્યાં થાય છે એ સંધિસ્થાન પર પ્રહાર કરવાનો છે. કાયોત્સર્ગ કાયા અને ચિત્ત - બંનેને સાથે લઇને ચાલે છે. ‘સુહુમેહિં અંગસંચાલે િં...' કાયાની નિગરાની. ઉત્તરીકરણ, પ્રાયશ્ચિત્ત, વિસોહી કરણ, વિસલ્લી કરણ, પાપકર્મ નિર્ભ્રાતન...મનની સાફસૂફી. અવચેતન ચિત્તના અંધારિયા ખૂણામાં અવધાન - હોશ-‘અવેયરનેસ'નો શેરડો તાકવાનો અને તેના પ્રકાશમાં દેહ-મન-વચનથી ‘સ્વ’ને જુદા પાડવાનો પ્રયોગ અવિરત-ક્ષણપ્રતિક્ષણ કર્યા કરવાની પ્રક્રિયા એ જ છે કાયોત્સર્ગ. શુદ્ધ ઉપયોગ એટલે રાગ-દ્વેષ-મોહ અને રોજિંદી ભાષામાં કહીએ તો, ગમા અણગમા - ગોટાળાથી ચેતનાને બચાવતા રહેવું. અણથક અને અવિરામ પણે સુદીર્ઘકાળના આ આંતર સંઘર્ષના અંતે કોઇ ધન્ય પળે સાધકને નિર્ભ્રાન્ત દર્શન લાધે છે, સ્વાનુભૂતિ સાંપડે છે. તીર્થંકરોએ આ માટે કાયોત્સર્ગની પ્રક્રિયા પોતે પ્રયોજી છે અને પછી મુમુક્ષુઓને પ્રબોધી છે. કાયોત્સર્ગ બૌદ્ધિક પ્રક્રિયા નથી અને સામાન્ય રૂપે આરાધક વર્તુળો માનતા હોય છે તેમ, માત્ર કર્મક્ષય કરવાની વિધિ નથી. કાયોત્સર્ગ ચિંતનક્રિયાને સારો ઓપ આપવાની પદ્ધતિ નથી, અવચેતન ચિત્તના તળિયે જમા થયેલ ‘કાંપ’ને ઉલેચવાની વિધિ છે; રાગ-દ્વેષ-ઇચ્છા-તૃષ્ણા-ભ્રમભય-અજ્ઞાન જેવા મળોને અધ્યવસાયોમાંથી ગાળી નિતારી દેવાની ચેતનાના ઊંડા સ્તરે ચાલતી પ્રક્રિયા છે. કાયોત્સર્ગની સાધનાનો આરંભ કરતાંની સાથે જ- તે જ દિવસે અને તે જ ક્ષણે - ચિત્ત પૂર્ણ રૂપે શુદ્ધ થઇ જાય એવું ન બને. નિરંતર Jain Education International 11 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 236