________________
ધ્યાનશતક
મરચું ભભરાવીને કહી દેવાની ચોકકસ ઉગ્ર ક્રૂર ધારણ કરે, ત્યાં રદ્રધ્યાન લાગે છે. એમ તિરસ્કારવચન, ગાળ, અપશબ્દ યા અધમ અસભ્ય બોલ સંભળાવી દેવાનું ચિંતવે, અથવા અસત્ય બેલવાનું ચિંતવે એ પણ રૌદ્રધ્યાન છે.
અસત્ય વચન ૩ પ્રકારે હેય, ૧. અબ્દુ ભાવન, ૨. ભૂતનિનવ, ને ૩. અર્થાન્તર કથન. (૧) અભૂતભાવન એટલે ન હોય એવી વસ્તુ બલવી, દા.ત. આત્મા વિશ્વવ્યાપી નથી, છતાં કહેવું કે “એ વિશ્વવ્યાપી છે. પોતે શ્રીમંત કે વિદ્વાન ન હોય, છતાં કહે છે કે “હું શ્રીમંત છું, વિદ્વાન છું.'(૨) “ભૂતનિહૂનવ” એટલે વસ્તુસ્થિતિ હોય એને અ૫લાપ કરે. દા.ત. કહે કે “આત્મા જેવી વસ્તુ જ નથી.” પૈસાદાર હોય છતાં કહે કે “મારી પાસે પૈસા નથી.” (૩) “અર્થાન્તરકથન” એટલે એક પદાર્થને બીજે જ પદાર્થ કહેવો; દા.ત. બળદને ઘેઓ કહે, અસાધુને સાધુ કહે... વગેરે.
એમ ભૂતપઘાતી વચન એટલે એવું બોલે કે જેની પાછળ જીવને પીડા–કિલામણા–હિંસા થાય; દા. ત. કહે, “છેદી નાખ, ભેદી નાખ, શેકી ઉકાળી નાખ, માર.” વગેરે. અલબત્ આ વચનમાં દેખીતું જૂઠ જેવું કાંઈ નથી, છતાં પણ એમાં પરિણામ જીવઘાતનું છે, તેથી એ વસ્તગત્યા મૃષા જ છે.
ઉપરોક્ત વચનમાં અવાન્તર અનેક પ્રકાર આવે. દા. ત. “પિશુન” તરીકે કેટલાય પ્રકારના અનિષ્ટ સૂચક વચન હોય; જેમ કે કેઈ પિતાના કિંમતી કામે બહાર નીકળતો હોય, એને અપ