________________
શુકલધ્યાન
૩૨૧
આનું કારણ એ છે કે દરેક સાધના પ્રણિધાનયુક્ત જ કરવાની છે, અને ‘પ્રણિધાન ”માં વિશુદ્ધ માવનારા તથતિમાનના યથારા વિઝિળિધાન = મુનિ ! એ વ્યાખ્યા મુજબ
તદર્થાપિત માનસમ ” એટલે તે તે સૂત્રાર્થ અથવા ક્રિયા વિષયને મન અર્પિત કરવાનું, એમાં મનને તન્મય બનાવવાનું હોય જ છે; અને મનની તન્મયતા–સ્થિરતા એ ધ્યાન જ છે. આ શાસ્ત્રના પ્રારંભે જ કહ્યું છે કે “જ થિરમજઝવસાણું ત ઝાણું.' અર્થાત ચિત્તનુ સ્થિર ચિંતન એ ધ્યાન છે.
સારાંશ, સર્વ સાધુક્રિયા પ્રણિધાનયુક્ત હોઈ ધ્યાનરૂપ બને છે. બાકી સ્વાધ્યાય વાચનાદિને તે ધ્યાનમાં આલંબન કહ્યાં જ છે, એટલે સહેજે એના આલંબને ચિત્તસ્થય યાને ધ્યાન જામે જ. આમ સાધુક્રિયા અને સ્વાધ્યાયના સતત પ્રવાહમાં ધ્યાનને પણ સતત પ્રવાહ વહે છે; તેથી કહ્યું કે ધ્યાન સર્વ કાળ સેવનીય છે.
આ ઉપરથી એ પણ સૂચિત થાય છે કે સાધુક્રિયા બાજુએ મૂકીને ધ્યાન કરવાનું વિધાન જૈનશાસનમાં નથી. અનાદિના ચાલી આવતા વિવિધ કષાય-કુસંસ્કારોને નાબુદ કરવા સમર્થ છે વિવિધ ક્રિયાઆચારે. એ સેવ્યા વિના એ કષાય-કુસ સકારા શી રીતે ઘસારે પડી નષ્ટ થાય? વળી મન વિવિધતા–પ્રિય હાઈ વિવિધ ક્રિયા સૂત્રો અને વિવિધ સ્વાધ્યાયમાં જે સ્થિર થઈ શકે, એવું એ છેડીને માત્ર એકરૂપ કઈ “ ” વગેરેના સતત ધ્યાનમાં શી રીતે સ્થિર રહી શકે?
૨૧