________________
ધર્મધ્યાન
૨૪૧ झाणोवरमे वि मुणी णिश्चमणिचाइभावणापरमो। हाइ सुभावियचित्तो धम्ममाणेण जो पुवि ॥६५॥
અર્થ –ધ્યાન ચાલ્યું જાય ત્યારે પણ મુનિ હંમેશા અનિત્યાદિ ભાવનામાં રમે, અને ચિત્તને સારું ભાવિત કરે.
વિવેચન – ૧૨ અનુપ્રેક્ષા –
અહીં “અનુપ્રેક્ષા" એટલે અનિત્યાદિ ભાવના અને ઉપયોગ આ રીતે છે -ધર્મધ્યાનના પૂર્વોક્ત આજ્ઞા, અપાય, વગેરેમાંના કઈ વિષય પર મન તન્મય લગાવ્યું, પરંતુ એ એમાંથી ચંચળ થતાં ધ્યાન તૂટે, ત્યારે શું કરવું? એ માટે અહીં કહે છે કે ત્યારે પણ હંમેશા મનને તરત અનિત્યાદિ ભાવનામાં લગાડી દેવું. “ત્યારે પણ એમાં “પણ”–ને ભાવ આ, કે આમ તે આ ભાવનાઓ ભાવવાની જ હોય છે, કિંતુ ધ્યાન-કાળે ધ્યાન ખંડિત થતાં પણ આ ૧૨ ભાવનાઓ ભાવવાની છે. “અનિત્યાદિમાં આદિ' શબ્દથી અશરણ-સંસાર, એકત્વ અન્યત્વ અશુચિત્વ, આશ્રવ-સંવર-નિર્જરા, લેક-ધર્મ સ્વાખ્યાત-બધિદુર્લભ ભાવેનાએ લેવાની છે.
૧૨ ભાવનાનું સ્વરૂપ “શ્રી પ્રશમરતિ શાસ્ત્ર ગાથા ૧૫૧ થી ૧૬૨ માં બતાવ્યું છે. તેનું ચિંતન આ પ્રમાણે,– . (૧) અનિત્ય ભાવનામાં ચિંતવાય કે બધાય મનગમતા સગા-સ્નેહીજનને સંગ, મનગમતી સમૃદ્ધિ, મનગમતા શબ્દ-રૂપ–રસાદિ વિષયનાં સુખ તથા મનમાની સત્તા-સન્માનાદિ સંપત્તિઓ, તેમજ આરોગ્ય, દેહ, યૌવન અને આયુષ્ય, એ
૧૬