________________
૩૧૨
ધ્યાનશતક
जह रोगासयसमणं विसामण-विरेयो हविहीहि । तह कम्मामयसमणं झाणाणसणाइजोगेहि ॥ १०० ॥
અર્થ–જેવી રીતે રગના મૂળ કારણનું નિવારણ લંઘન, વિરેચન અને ઔષધના પ્રકારેથી થાય છે, તેવી રીતે કરેગનું શમન-નિવારણ ધ્યાન અનશન આદિ યોગાથી થાય છે.
ધ્યાન એ માટે અનન્ય સાધન છે. ધ્યાનમાં એકાગ્રતા થવાથી યોગ અવશ્ય તપે છે, સુકાય છે અને ભેદાય છે. અગ્નિના તાપથી પાણી પીને ફરું સુકાવા ઊડવા જેવું થાય, એમ જામી પડેલા મેંગે યાને મન-વચન-કાયાની પ્રવૃત્તિશીલતા ધ્યાનના તાપથી તપીને ફેરી થઈ ઢીલી પડીને સુકાતી જાય છે. અને અંતે ભેદાઈ ઊડી જાય છે.
આ સૂચવે છે કે અનંતાનંત કાળથી ચાલી આવતી આ મન-વચન-કાયાની દેડધામ ઢીલી પાડવી હોય, તે ધ્યાનનું ખૂબ સેવન જોઈએ; તે જ આત્માને જપ વળે, સ્થિરતા આવે.
જેવી રીતે ધ્યાનથી વેગ પર આ અસર પડે છે, એવી રીતે ધ્યાનથી કર્મોનું પણ તપન-શેષણ-ભેદન અવશ્ય થાય છે. ધ્યાન એ આત્માને ઉજજવલ સ્થિર અધ્યવસાય છે, એની કર્મોને તપાવી સુકાવી ભેદી નાખવાની સચોટ તાકાત છે. ધ્યાન વિના એમજ કાંઈ એ કર્મ ખસે નહિ.
(૫) વળી ધ્યાનથી કર્મનાશ થાય એમાં ૫ મું રેગદવાનું દષ્ટાન્ત બતાવે છે –