________________
૨૪૪
ધ્યાનશતક
- (૫) અશુચિત્વ ભાવનામાં ચિંતવવું કે,–“આ શરીર એમાં નાખેલા સારાં શુદ્ધ ખાનપાનાદિને અશુચિ ગંદા કરવાનું સામર્થ્ય ધરાવે છે, તેમજ એ મૂળ ગંદા રજે–વીર્યમાં જનમ્યા પછી ય એને માતાના ગર્ભમાં ઉત્તરોત્તર પિષનારો પદાર્થ પણ ગંદા હોય છે, તેથી એ સ્વરૂપે અશુચિ છે. હાઈને બહારની અલપકાળની ચકખાઈને સંતેષ મનાય એટલું જ; બાકી ત્યારે પણ એ અંદરમાં ખરેખર ગંદુ છે.” આમ અવસરે અવસરે દેહને અશુચિભાવ વિચારવા જેવો છે, એથી શરીરને મોહ, વિભૂષાને મોહ, સ્ત્રી શરીરને રાગ વગેરે મેળા પડતા જાય.
(૬) સંસારભાવનામાં ચિંતવાય કે, “આ સંસારમાં જીવ એક ભવે માતા થઈને બીજા ભવે દીકરી થાય છે, બહેન થાય છે, પત્ની થાય છે. ત્યારે એક વાર દીકરો થઈ બીજા ભવે બાપ બનવાનું, ભાઈ બનવાનું, શત્રુ થવાનું થાય છે. આમ કેને કયા એક ચક્કસરૂપના કુટુંબી તરીકે માથે લઈને ફરવા? અને પોકળ મમતા કરવી? બેટી મમતા પાછળ પાપ વધારવા? દુર્ગાન કરવા અને દેવગુરુધર્મ ભૂલવા?” આ ભાવનાનું ફળ એ કે સ્વજન મમત્વ છૂટી જાય અને સ્વજન ખાતર દેવગુરુધર્મ ન ભૂલાય.
(૭) આશ્રવભાવનામાં ચિંતવવું કે-જે બિચારો મિથ્યાદષ્ટિ છે, સર્વજ્ઞવચનની શ્રદ્ધા વિનાને છે, અવિરત છે, વિરતિ યાને પ્રતિજ્ઞાબદ્ધ હિંસાદિ પાપના ત્યાગવાળ નથી, વિષયાસક્તિ-નિદ્રા-વિકથાદિ પ્રમાદવાળે છે, અને જેને કષાય તથા ત્રિદંડ યાને મન-વચન-કાયાના અશુભ ગેમાં રુચિ છે,