________________
તે આનુનામ ! ગુરૂ મહારાજના આ સાચા ન્યાયથી સર્વ કેઈને આશ્ચર્ય સહ આનંદ થયે ને મહાત્માશ્રીની બુદ્ધિની તારીફ કરવા લાગ્યા આવા તે તેઓશ્રીએ કંઈક દાખલાઓમાં સમાધાન આપ્યાં હશે. સ્વાધ્યાય ને અપ્રમોદ
પ્રતિદિન દેઢ હજાર સ્પેકને સ્વાધ્યાય તે કરતાજ તે ઉપરાંત નવકારવાલી જ૫ અને સિદ્ધાંતાદિ ગ્રંથનું અવલોકન-વાંચનમાં ઘણે સમય પસાર કરતા. તેઓશ્રીની પાસે આવનાર અને બેસનાર શ્રાવકાદિ વગ પણ કાર્ય પૂરતું બેલી શકતા-દુનિઆદારીની ખટપટમાં તેમ વિકથા વાર્તામાં તેઓ કદાપિ પડતા નહિ. પિતાના જ્ઞાન માન-સ્વાધ્યાયમાં હમેશાં રકત રહેતા, પૃવૃત્તિમાન જન સમૂહમાં રહેવા છતાં નિવૃત્તિ માર્ગમાં રમણુતા, એ પૂર્વે થઈ ગએલા મહાત્માઓની પ્રસાદી આ ગુરૂમહારાજમાં તુરતજ ઝળકી ઉઠતી હતી. ખરેખર તેઓનું સાધુ જીવન ઘણુંજ ઉચ્ચ કોટીનું અને અલૈકિક હતું, તેઓ પિતાની બેસવાની બેઠક હમેશાં એવી રાખતા કે જ્યાં ભિંત, થાંભલો કે પાટીઆનું એઠીગણ લઈ ન શકાય. આખી જીંદગીભરમાં આ પ્રમાણે શાતાગીરવમાં તેઓશ્રી બેઠા હોય તેવું જાણવામાં નથી. વૃદ્ધાવસ્થાને લીધે પાટ ઉપર બેસતા તે પણ ટેકે ન દઈ શકાય તેવી રીતે પાટની વચ્ચેવચ અધ પદ્માસન જેવું કે જેથી પ્રમાદ તેઓશ્રી પાસે પિતાનું સ્થાન જમાવી ન શકે. આવી રીતે સારી જીદગીભર તેઓશ્રી અપ્રમાદી રહ્યા હતા. પિતાના શિષ્યાદીને પણ જ્ઞાન દર્શન ચરિત્રમાં ઉઘુક્ત રહેવા ઉપદેશ દેતા. તેઓ કોઈની પણ શરમ રાખ્યા વિના સત્ય જ બોલતા અને તેમાં કોઈની પણ દાક્ષિયતા રાખતા નહિ, કેઈએ કાંઈ ભૂલ કરી હોય તે તે કડવાશથી અપભ્રાજના નહિ કરતાં મધુર યુકિતગત વચનામૃતથી સામાને માર્ગ ઉપર લાવવાની તે તેઓશ્રીમાં અજબ શક્તિ હતી અને તેથી તેઓ શ્રીની આજ્ઞા પિતાના આશ્રિત પરિવાર ઉપર અખંડ પ્રવર્તતી હતી, તેઓશ્રી એકવચની સત્યવકતા હોવાથી લોકોમાં એવી આસ્થા બેસી ગએલી કે આ મહાત્મા વચનસિદ્ધ મહાપુરુષ છે.
Jan Education Intematonal
For Private
Personal Use Only