Book Title: Dharmpariksha
Author(s): Jinmandangiri, Chaturvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ જે આ પ્રકાશકીય यस्मिन्नैव पिता हिताय यतते, भ्राता च माता सुतः, सैन्यं दैन्यमुपैति चापचपलम्, यत्राफलं दोर्बलम् । तस्मिन् कष्टदशाविपाकसमये, धर्मस्तु संवर्मितः, सजः सजन एष सर्वजगत: त्राणाय बद्धोधमः॥ | (શાંતાસુધારસ - ધર્મભાવના) પુ. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મ. શાંતસુધારસમાં ધર્મભાવનામાં ધર્મનું મહત્વ બતાવતા ઉપરનો શ્લોક ટાંકે છે. અનાદિકાળથી રખડતા જીવને એકમાત્ર ધર્મ જ શરાણરૂપ છે. આપત્તિકાળમાં જ્યારે સ્વજનો પણ વિમુખ થઈ જાય છે. . . આપણી સ્વસામ્રગી પણ બધી પરાયી બની જાય છે. આપણો આધાર જ્યારે તૂટી જાય છે ત્યારે અસહાય બનેલા એવા આપણો આધાર કોઈ હોય તો તે એકમાત્ર ધર્મ છે. . . સર્વ પ્રકારનું સુખ ધર્મને જ બંધાયેલું છે. .. એવી ધર્મનો અચિંત્ય મહિમા છે. પણ . . આ જગતમાં અનેક ધર્મ વિદ્યમાન છે. અનેક પંથો, સંપ્રદાયો છે. કયો ધર્મ આરાધવી ? ક્યો ધર્મ શુદ્ધ ? બસ ! આ જ વાતનો ખુલાસો તે આ ગ્રંથનો વિષય . . . ધર્મપરીક્ષા !!! તપાગચ્છ પરંપરામાં થયેલ મહોપાધ્યાયશ્રી જિનમંડનગણિવરે આ ગ્રંથની રચના કરી છે, આઠ પરિચ્છેદાત્મક આ ગ્રંથ વિવિધ કથાનકોથી સમૃદ્ધ છે. સં. ૧૯૭૪માં પ્રવર્તકશ્રી કાંતિવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી ચતુરવિજયજી મહારાજે પરિશ્રમ લઈને આનું સંશોધન અને સંપાદન કર્યું છે. શ્રી જૈન આત્માનંદ સભા દ્વારા તેનું મુદ્રણકાર્ય થયું છે. હાલ આ ગ્રંથનું પુનઃમુદ્રણ કરતા સવિશેષ આનંદની અનુભૂતિ થાય છે. તથા પૂર્વપ્રકાશક અને પૂર્વ પાઠશ્રી પ્રત પાના નાદરની વાવણી ૧૭ કરીને ડી. - શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં આવા પૂર્વમહર્ષિ રચિત ૨૫૦ જેટલા પુસ્તકોને પુનઃમુદ્રણ કરીને શ્રી સંધની સેવામાં અર્પણ કરવામાં માવ્યા છે.... હજી પણ આ કાર્ય ચાલુ જ છે. કુતરક્ષાના આ કાર્યમાં શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવી અમોને આશીર્વાદ આપે એ જ અભ્યર્થના સહ.. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ. ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા - લલિતકુમાર રતનચંદ કોઠારી - પુંડરીકભાઈ અંબાલાલ શાહ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 148