Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 8
________________ અર્થ, વિવેચન, શાસ્ત્રીય વિચારણા અને વ્યાવહારિક પક્ષનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. આ ચારેય ભાવનાઓના દૃષ્ટાંતો આપવામાં આવ્યા છે તેથી ભાવનાઓને સમજવાની સરળતા ઊભી થાય છે. આ ચારેય ભાવના માત્ર જૈનધર્મની જ મૂળભૂત ભાવનાઓ છે તેમ નથી પરંતુ બધા જ ધર્મોએ આ ચારેય ભાવનાનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તેથી આ ચારેય ભાવનાની સર્વવ્યાપકતા પણ સિદ્ધ થાય છે. અન્ય ધર્મોમાં આ ચારેય ભાવના વિશે શું શું કહેવાયું છે તે વિશે ગ્રંથના અંતિમભાગે મૂળ સાથે અનુવાદ આવ્યો છે. તેથી આ ગ્રંથની મહત્તા ખૂબ જ વધી છે. માત્ર જૈન જ નહીં જગતના કોઈ પણ ધર્મના લોકો માટે આ પુસ્તક અવશ્ય પઠનીય છે. તેનું ચિંતન કરવાથી જગતના જીવો સાથેનો વ્યવહાર સમ્યક બને છે અને આંતરિક જીવન સદ્ધર બને છે. માટે આ ગ્રંથ અવશ્ય પઠનીય બન્યો આ ગ્રંથના પ્રકાશનથી જિજ્ઞાસુઓને લાભ થશે. ગ્રંથ પ્રગટ કરવામાં સંસ્થાના મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો છે તે સહુનો હું અને આભાર માનું છું. જિતેન્દ્ર શાહ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 180