Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 7
________________ ન અહિંસાનું પાલન સંભવી ન શકે. આજે સમગ્ર જગતમાં આંતકવાદનો ભય છવાયેલો છે. તેનું કારણ માનવ મૈત્રીભાવ ભૂલી વૈરભાવને વશ થઈ ગયો છે. મૈત્રીભાવનો અભાવ હોવાને કારણે માનવ માનસિક અશાંતિ અને શારીરિક રોગોનો ભોગ બન્યો છે. મૈત્રીભાવને પુષ્ટ કરવા માટે ઇર્ષ્યાભાવને પણ નાથવો જરૂરી છે. જો ઈર્ષ્યાભાવ જીવનમાં સતત રમતો હોય તો ગુણો માટેની ભૂમિકા રચાતી નથી. ગુણોનો ઉદય તો ગુણવાનો પ્રત્યેના સદ્ભાવ, સન્માનથી જ પ્રગટે છે. કહેવાયું છે કે ‘ગુણ ગાવતાં ગુણ આવે નીજ અંગ’. અર્થાત્ ગુણવાનોના ગુણ ગાવાથી જ જીવનમાં ગુણો પ્રગટે છે. આવો ભાવ ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવ રાખવાથી પ્રગટે છે. ગુણીજનોના ગુણો જોઈને જીવનમાં હર્ષ પ્રગટે અને ગુણીજનોના દર્શનથી જીવનમાં તીર્થદર્શનનો આનંદ અનુભવાય તો જીવન ધન્ય બની જાય છે તેથી પ્રમોદ ભાવના આવશ્યક છે. દુઃખી જીવોના દુઃખને દૂર કરવાની ભાવના કરૂણા છે. જગતના તમામ જીવો કર્માધીન છે. કર્મોના આવરણને કારણે જીવ સુખદુઃખ પામે છે. સુખ અને દુઃખ તડકા અને છાંયડા સમાન છે. જે જીવો દુ:ખી થાય છે તેને દુઃખમુક્ત કરવાની ભાવના એ કરૂણા ભાવના છે. કરૂણાથી મૈત્રીભાવ વધુ પુષ્ટ થાય છે. તેથી કરૂણા ભાવના ધર્મના બીજરૂપે ગ્રહણ કરવામાં આવી છે. આ ત્રણ ભાવનાઓ ઉપરાંત એક ચોથી ભાવના ત્રણેય ભાવનાના કેન્દ્રમાં રહેલી છે તે માધ્યસ્થ ભાવના. આ ભાવના ભાવવાથી જીવનમાં માધ્યસ્થવૃત્તિ ઉત્પન્ન થાય છે. રાગ અને દ્વેષ રહિત રહેવા અભ્યાસ કેળવાય છે. જેમ જેમ આ ચારેય ભાવના ભવાતી જાય અને અંદરમાં તે વધુ ને વધુ ઘટ્ટ બનતી જાય એમ તેમ જીવન વધુ ને વધુ સુંદર બનતું જાય છે. સ્વપરનું કલ્યામ સધાતું જાય છે. આથી આ ચારેય ભાવનાને ધર્મના બીજરૂપે ગ્રહણ કરેલ છે. આ ગ્રંથમાં મૈત્રી, પ્રમોદ, કારૂણા અને માધ્યસ્થ ભાવનાનો

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 180