Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 12
________________ દરેકના સર્જક-તેમાં ઉત્પન્ન થનારા એકેન્દ્રિયાદિ જો સજાતીય સામાન્ય જીની અપેક્ષાએ પણ અમુક અંશે શુદ્ધ અને પુણ્યવાળા હોય છે, તેઓની એ શુદ્ધિ અને પુણ્ય એ ધર્મને જ એક અંશ છે. તેને બળે તે આદર પામે છે અને તેને ભેગવનાર પણ સુખ અનુભવે છે. અન્યથા એવી કેટલીય જડ વસ્તુઓ છે કે જેની ઈચ્છા સરખી પણ કઈ કરતું નથી. ભૂલથી પણ તેનો ઉપયોગ કરે છે તે દુઃખનું કારણ બને છે. એમ સુખના સાધનભૂત પગલિક વસ્તુ પણ ધર્મના પ્રભાવે જ સુખ આપી શકે છે. એટલું જ નહિ, ભેગવનાર પણ ધર્મના પ્રભાવે જ સુખ અનુભવી શકે છે. જેણે પૂર્વે ધર્મને પક્ષ, આદર કે સેવા કરી હોય તેને જ એવી સુખ સામગ્રી મળે છે અને ધર્મ દ્વારા તેને ભેગવવાની કળા જેણે પ્રાપ્ત કરી હોય તે તેનાથી સુખને અનુભવ કરી શકે છે. અન્યથા સુખ સામગ્રી મળતી નથી, મળે તે પણ સુખનો અનુભવ કરી શકાતું નથી અને બલાત્કારે સુખ માણવા પ્રયત્ન કરે તે પરિણામે દુઃખી થયા વિના રહેતો નથી. એમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં સમજાશે કે સુખની સાથે ધર્મને વૃક્ષ અને બીજ જેવા સંબંધ છે. જ્યાં ધર્મને પ્રભાવ છે ત્યાં જ સુખ છે, જે જીવનમાં સુખ નથી ત્યાં ધર્મનો પ્રભાવ નથી. અથવા ધર્મનો પ્રભાવ નથી ત્યાં સુખ નથી, સુખ છે ત્યાં ધર્મને પ્રભાવ છે જ. આથી એ નિશ્ચિત છે કે સુખના અર્થને ધર્મ અનિવાર્ય છે. સાચું સુખ-આ હકિકત પણ પગલિક સુખને અંગે સમજવી, કે જે સુખ અનિત્ય હેવાથી જીવને અંતે નિરૂપયોગી છે. જીવ ઈચ્છે છે તે સુખ તે કોઈ જુદું જ છે. ધર્મથી મળતાં પગલિક સુખ નાશવંત હોવાથી જ્યારે તેને વિયેગ થાય છે ત્યારે જીવ પિતાની જાતને ઠગાએલી માની ભારે અફસોસ સાથે દુઃખને અનુભવ કરે છે. તત્ત્વથી તે જીવને કદી નાશ ન પામે તેવું, જેને ભોગવતાં લેશ પણ દુઃખ ન થાય તેવું અને સર્વ રીતે સપૂર્ણ, અર્થાત્ નિરૂપાયિક, શાશ્વત, શુદ્ધ અને સંપૂર્ણ સુખ ઈષ્ટ છે. કારણ કે પોતે સ્વરૂપે શાશ્વત, શુદ્ધ (તસ્વરૂપ) અને સપૂર્ણ છે. એ કારણે આજ પૂર્વે ઘણાં ઘણાં સુખ ભેગવ્યાં તે પણ તેને સંતોષ થયો નથી, તે તેને માફક આવ્યાં નથી. જીવને આ ઈષ્ટ છે તેને આધ્યાત્મિક સુખ કહેવાય છે. તે બાહ્ય પદાર્થોની અપેક્ષા વિનાનું, સ્વાધીન અને સ્વ-સ્વભાવરૂપ હોવાથી ત્રણે જગતના સર્વ જીનાં પૌલિક સુખોને ત્રણે કાળને સરવાળે પણ તેના એક અંશની બરાબરી કરી શકો નથી. એ કારણે જ આજ સુધીની સુખ પ્રાપ્તિ તેને સંતોષી શકી નથી. આ છે જીવની વાસ્તવિક પરિસ્થિતિ !! ધર્મશાસકેને ઉપકાર-અનંત જ્ઞાનીઓએ પિતાના નિર્મળ-સપૂર્ણ જ્ઞાનથી આ સત્યને જોયું છે, જાણ્યું છે અને જાહેર કર્યું છે. એટલું જ નહિ, આત્માના તે ઈષ્ટતમ સુખને મેળવવાના અને તેનાં બાધક ભાવેને દૂર કરવાના સફળ ઉપાય પણ બતાવ્યા છે. એ છે તેઓને અનન્ય ઉપકાર! જીવ તે કારણે તેઓને અત્યન્ત ઋણું છે. હીરાની પણ ઓળખ વિના તેને મેળવવાના ઉપાયે કે મળવા છતાં તેનાથી સુખનો અનુભવ કરી શકાતું નથી અને પત્થર તુલ્ય માની તેને ફેંકી દેવાનું બને છે. સુખ માટે પણ તેમ જ છે. સુખની ઓળખ વિના તેને મેળવવાનો પ્રયત્ન કે મળે તો પણ તેની કિંમત થઈ શકતી નથી. જીવ તેનું રક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 598