Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 11
________________ - - - - - - ને અરું છે. | નમ: શ્રીfઝનપ્રવચના | પ્રાકકથન જીવન કળા-અનાદિ સંસારમાં ભટકતા જીવને અનંતાનંત જન્મ-મરણે થયાં અને હજુ પણ ચાલુ છે, તેમાં Ex એ કારણ છે કે જીવને જેવું શુદ્ધ જીવન જીવવું જોઈએ, જે જીવન તેના જન્મ-મરણેને અંત લાવી શકે, તેવું જીવન આજ સુધી તે ક્યારે ય પણ જીવી શક્યો નથી. જીવ ચૈતન્ય સ્વરૂપ છે, તેથી તેણે ચૈતન્યના આલંબને જીવવું જોઈએ. મળેલી જડ સામગ્રીથી પણ ચૈતન્યને જ પુષ્ટ કરવું જોઈએ-અનાદિ કાળથી કર્મોનાં આવરણથી અવરાઈ ગયેલા જ્ઞાન-દર્શનચારિત્ર વગેરે ગુણેને પ્રગટ કરવા જોઈએ. જ્યાં સુધી તેવું જીવન ન જીવી શકે ત્યાં સુધી તે શક્તિ પ્રગટાવવા માટે લેવા પડતા નવા નવા જન્મોથી અને તેનાં વિવિધ કષ્ટોથી જીવ કદી પણ છૂટી ન શકે ! ભલે તેને દુઃખ ન ગમતું હોય, પણ એટલા માત્રથી દુઃખ ટળે નહિ. તેને ટાળવા માટે તે જ્ઞાનીઓએ કહેલા અને આચરેલા માગે તેવું વિશિષ્ટ જીવન જીવવું જોઈએ. એ માર્ગ સ્વીકાર્યા વિના ત્રણે કાળમાં કઈ મુક્ત થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. આ એક સુનિશ્ચિત હકીકત છે, તેથી આત્માનું કર્તવ્ય થઈ પડે છે કે તેણે પિતાનાં ભાવિ જન્મ-મરણોની પરંપરાને અટકાવી શકે તેવું જીવન જીવવાની કળા પ્રાપ્ત કરવી. ધર્મ અને જીવન-જીવનમાં (જગતમાં) ધર્મની આવશ્યકતા ઉપર કહેલા એક જ કારણે છે. દરેક ધર્મના પ્રત્યેક અનુષ્ઠાનેને સાર એ છે કે તે તે અનુષ્ઠાનના આલંબનથી જીવે સંપૂર્ણનિર્દોષ જીવન જીવવાની કળા પ્રાપ્ત કરવી. જીવનની આ નિર્દોષતા અને તેનાં સાધને એ બન્નેને ધર્મ કહેવાય છે. જેના આશ્રયથી સ્વ–પર દુઃખો ટળે તે ધર્મ. ધર્મ સિવાય કોઈ એવું તત્ત્વ નથી કે જે જીવને સુખ આપી શકે–દુઃખને દૂર કરી શકે. આ કંઈ કેવળ વ્યાખ્યા જ નથી, વસ્તુતઃ સુખનો અને ધર્મનો એવો સંબંધ છે. માટે જ સૌને ધર્મ ગમે છે. ભલે ધર્મને સાચા સ્વરૂપમાં સમજી ન શકે, કિન્તુ થડા પણ વિવેકને પામેલા સૌ કોઈ ધર્મનો પક્ષ કરે છે, ધર્મી કહેવડાવવું સૌને ગમે છે, અધર્મીની છાપ કેઈને ગમતી નથી, મનુષ્ય ઉપરાંત પશુઓમાં પણ આ હકીકત કેટલેક અંશે દેખાય છે, તેનું કારણ સુખ સાથે ધર્મને સંબંધ જ છે. ધર્મ જ આત્માના સુખનું એક સફળ સાધન છે” એવું ગત જન્મમાં ઘણીવાર જીવે અનુભવ્યું છે, આજે એ ભૂલી જવા છતાં એના સંસ્કાર ભૂંસાયા નથી. વર્તમાનમાં ધર્મના અભાવે પણ મળેલી સુખ સામગ્રીની પાછળ ધર્મ રહેલો જ છે. પૂર્વકૃત પુણ્ય(ધર્મ) વિના વર્તમાનમાં સુખ સામગ્રી મળતી નથી, મળેલી ટકતી નથી અને ભોગવી શકાતી નથી. પદગલિક પદાર્થો પણ તે જ સુખ આપી શકે છે કે જેને સર્જક-તેમાં ઉત્પન્ન થએલો આતમા કઈને કોઈ અંશમાં ધર્મને પામેલ હોય. ચિંતામણી, કામધેનુ વગેરે કે સુવર્ણ-ચાંદી–હીરા, માણેક-મોતી વગેરે જે જે પદાર્થો જગતમાં આદર પામે છે, કે બીજાને સુખનું સાધન બની શકે છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 598