Book Title: Dharmakalpadruma Mahakavyam Author(s): Chandanbalashreeji Publisher: Bhadrankar Prakashan View full book textPage 8
________________ પૂજ્ય પંન્યાસજીમહારાજની પ્રેરણાને સહર્ષ વધાવીને સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે આ “ધર્મકલ્પદ્રુમ' ગ્રંથના નવીનસંસ્કરણનું સંપાદન કરેલ છે અને અમારી સંસ્થાને તેના પ્રકાશનનો લાભ આપેલ છે, તે બદલ અમારી સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. આ ધર્મકલ્પદ્રુમમહાકાવ્યગ્રંથને પ્રકાશિત કરવા માટે પરમપૂજય પ્રેમ-ભુવનભાનુદેવસુંદરવિજયમહારાજના શિષ્યરત્ન પરમપૂજય સરસ્વતીલબ્ધપ્રસાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજીમહારાજ સાહેબ શ્રીજૈન શ્વેતાંબરમૂર્તિપૂજક સંઘ (શિવ-સાયન મુંબઈ-૨૨)ને શુભપ્રેરણા કરી અને તેઓશ્રીની શુભપ્રેરણાને ઝીલીને શિવ-સાયન શ્રીસંઘે જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે તે બદલ અમે પૂજય આચાર્યભગવંતશ્રીનો તથા શિવ-સાયન શ્રીસંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે આ ધર્મકલ્પદ્રુમ ગ્રંથ પ્રકાશનના સુઅવસરે ગ્રંથકારશ્રીનો, પૂર્વપ્રકાશિત ઉભયસંસ્થાનો તથા આ ગ્રંથની મુદ્રિત પ્રતો અમને કોબા કૈલાસસાગર જ્ઞાનભંડાર અને ગીતાર્થગંગાથી પ્રાપ્ત થઈ તેમનો તથા નવીનસંસ્કરણના સંપાદિકા સાધ્વીભગવંતશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અક્ષરમુદ્રાંકન માટે વિરતિગ્રાફિક્સવાળા અખિલેશભાઈ મિશ્રાએ સુંદર કાર્ય કરી આપેલ છે અને પ્રીટિંગના કામ માટે તેજસપ્રીન્ટર્સના તેજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે. તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રાંતે ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ સમજી ચાર પ્રકારના ધર્મને જીવનમાં આત્મસાત્ કરી આપણા આત્માને જાગૃત કરીને સૌ કોઈ ભવ્યજીવો પરમપદને પ્રાપ્ત કરીએ !! - ભદ્રંકર પ્રકાશનPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 405