________________
સંપાદકીય
પ્રસ્તુત ‘ધર્મકલ્પદ્રુમ’ ગ્રંથમાં દાન, શીલ, તપ ને ભાવ એ ચાર પ્રકારના ધર્મનું ધર્મરૂપ કલ્પવૃક્ષની ચાર શાખા તરીકે વર્ણન કરેલું છે. તે ધર્મના ઉપદેશદાતા શ્રીમહાવી૨૫રમાત્મા છે. તેમણે ક્ષત્રિયકુંડ ગ્રામે પધારી બાર પર્ષદા સમક્ષ ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપેલો છે. ચારે શાખામાં ચારે પ્રકારના ધર્મનું સ્વરૂપ કહેલ છે. તે ધર્મનું આરાધન કરનાર ચાર મહાપુરુષના દૃષ્ટાંતનો નિર્દેશ કરતાં તે દૃષ્ટાંત કહેવાની પ્રાર્થના કરનાર દાનધર્મ માટે હસ્તિપાળ રાજા, શીલધર્મ માટે નંદીવર્ધન રાજા, તપધર્મ માટે ગૌતમસ્વામી અને ભાવધર્મ માટે સુધર્માગણધર છે. તેમની પ્રાર્થનાથી આસન્ન ઉપકારી પરમાત્માએ તે ચારે ધર્મ ઉ૫૨ ચાર કથા સવિસ્તર પ્રરૂપેલી છે.
આ ચાર કથાની અંતર્ગત બીજી અનેક કથાઓ ઘણી રોચક આપવામાં આવેલ છે તે અનુક્રમણિકામાં અને પરિશિષ્ટમાં બતાવેલ છે. તે દરેક કથાઓ ખાસ વાંચવા લાયક છે. દરેક કથામાં મુનિરાજનો ઉપદેશ તો આવે જ છે અને તેમાં જુદા જુદા વિષયો પર ઉપદેશ આપેલો છે તે દરેક દેશનાઓ પણ ખાસ વાંચવા લાયક છે.
પ્રારંભમાં મંગળ કર્યા પછી ગ્રંથકર્તાએ ધર્મનું સામાન્ય સ્વરૂપ કહીને મહાવીરપરમાત્મા ક્ષત્રિયકુંડ ગ્રામે પધારતાં ત્યાં હસ્તિપાળરાજા, શ્રેણિકરાજા અને નંદીવર્ધનરાજા વંદન કરવા આવે છે. તેમની સમક્ષ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ વીરપરમાત્માએ કહ્યું છે. આ પ્રમાણેના પીઠબંધ ઉપર આ ધર્મકલ્પદ્રુમની રચના અથવા ધર્મરૂપ પ્રાસાદની ઘટના કરવામાં આવેલ છે. ગ્રંથકર્તા શ્રીઉદયધર્મગણી કહે છે કે પૂર્વે શાસ્ત્રોના અનુમાનને આધારે હું આ
૧. પૂર્વશાસ્ત્રાનુમાનેન, ધર્મદ્રુમાભિધમ્ । धर्माख्यानमथो वच्मि, नवपल्लवसंयुतम् ॥
‘વીનં નીવડ્યા યસ્ય, સવૃત્ત ન્દ્ર મુખ્યતે । लज्जा स्तम्भो दृढो ज्ञेयः, सद्बुद्धिस्त्वक्प्रकीर्त्तिता ।।
दानशीलतपोभावा, मुख्यशाखाचतुष्टयम् । विचाराचारविनयाः, प्रतिशाखाशतं मतम् ॥