________________
વિ.થી દર્શાવેલ સંસ્કૃત શ્લોકો બોલ્ડ ફોન્ટમાં લીધેલ છે. તે સિવાય પણ તાત્ત્વિક પદ્યો, દેશના વગેરેના પદ્યો બોલ્ડ ફોન્ટમાં લીધેલ છે. પરિશિષ્ટો ૯ નવા તૈયાર કરેલ છે. ઉપકારસ્મરણ :
પ્રસ્તુત “ધર્મકલ્પદ્રુમ' ગ્રંથ પ્રકાશનના સુઅવસરે મારી સંયમસાધનામાં અને હૃતોપાસનામાં સહાયક થનાર સૌ કોઈનું કૃતજ્ઞભાવ સ્મરણ કરું છું. વિશેષમાં પરમપૂજય, પરમોપકારી, વ્યાખ્યાનવાચસ્પતિ રામચંદ્ર-ભટૂંકર-કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસ શ્રીવજસેનવિજયમહારાજની આ ગ્રંથપ્રકાશ માટે શુભપ્રેરણા મળેલ છે અને પરમપૂજ્ય, પરમોપકારી, સિદ્ધાંતમહોદધિ પ્રેમ-ભુવનભાનુ-દેવસુંદરવિજયમહારાજના શિષ્યરત્ન પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજની શુભપ્રેરણાથી આ ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ લાભ શિવ-સાયન-મુંબઈ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે લીધેલ છે તેથી બંને પૂજ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. જેટલો સમય આ ગ્રંથના પ્રૂફ વાંચન આદિ સંપાદનકાર્યમાં મારો પસાર થયો તે દરમ્યાન અતિનિર્મળ અધ્યવસાયોની ધારામાં લીન થવાનું બન્યું છે.
નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ સ્વ સ્વાધ્યાયના અંગરૂપ શ્રુતપાસનારૂપે આ ગ્રંથના સંપાદન કાર્યમાં શક્ય શુદ્ધિકરણ કરવા માટે પૂરતી કાળજી લીધી છે. આમ છતાં દષ્ટિદોષથી કે અનાભોગાદિથી જે ક્ષતિઓ રહી હોય તે વિદ્ધવજ્જનો સુધારીને વાંચે એવી ખાસ ભલામણ કરું છું.
પ્રાંત અંતરની એક જ ભાવના છે કે, આ ચાર પ્રકારનો ધર્મ એવો છે કે તેમાંથી એક પ્રકારના ધર્મનું પણ શુભ-શુદ્ધ ભાવથી આરાધન કરવામાં આવે તો આ સંસારમાંથી પાર ઉતારવાને સમર્થ છે. તો પણ તે ચાર પ્રકારના ધર્મમાં ભાવધર્મનું પ્રધાનપણું છે, કારણ કે દાન, શીલ ને તપ એ ત્રણે પ્રકારનો ધર્મ ભાવસહિત હોય તો જ ફળદાયક થાય છે. ભાવપૂર્વક દાન, શીલ ને તપધર્મનું આરાધન કરી હું અને સૌ કોઈ ભવ્યાત્માઓ અસંગદશાની પ્રાપ્તિ, પ્રાતિજજ્ઞાનની પ્રાપ્તિ, ક્ષપકશ્રેણિ માંડીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી અષ્ટકર્મથી વિનિર્મુક્ત બની સાદિ અનંતકાળ સુધી સ્વસ્વરૂપના ભોક્તા બનીએ એ જ શુભકામના !!
शिवमस्तु सर्वजगतः
– સા. ચંદનબાલાશ્રી
એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ ચૈત્ર સુદ-૧૩, વિ.સં. ૨૦૬૬, રવિવાર, તા. ૨૮-૩-૨૦૧૦.