________________
१५
‘‘શ્રેયકારી અને શ્રેષ્ઠ એવું સૌભાગ્ય, સુંદર યુવતીઓ, વિવિધ વસ્ત્રો, સુંદર હારો, માથે છત્ર, ચંચળ એવા તુરંગમો, મદઝરતા હાથીઓ, કંચનમય શુદ્ધ ગૃહ, સુખ, લક્ષ્મી, પ્રભુતા, પ્રવ૨ સુવર્ણ જેવી શરીરની કાંતિ, લોકોમાં ઉજ્જવળ એવી કીર્તિ, શ્રદ્ધા, અને ધર્મના માર્ગની પ્રાપ્તિ - એ સર્વે નિશ્ચે ધર્મરૂપી કલ્પવૃક્ષના ફળો છે.
પ્રાસંગિક કથાઓ અને સુભાષિતોથી અલંકૃત આ કૃતિ ૪૨૪૮ શ્લોકમાં આગમગચ્છના પૂજ્ય મુનિસાગરઉપાધ્યાયના શિષ્ય. પૂજ્ય ઉદયધર્મગણિવર્યે લખી છે. તેમણે વિ.સં. ૧૫૪૩માં મલયસુંદરીરાસ અને ૧૫૫૦માં કથાબત્તીસીની રચના કરી છે. બીજી શાખામાં બે, ત્રીજી શાખામાં એક અને ચોથી શાખામાં બે પલ્લવ છે. આમ અષ્ટપલ્લવયુક્ત આ કૃતિ દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મનો બોધ કરાવે છે. તેમાં ક્રમશઃ ૩૪૦, ૫૨૫, ૬૪૪, ૪૫૭, ૮૬૭, ૬૨૮, ૪૦૦ અને ૩૮૭ પદ્યો છે. પ્રથમ પલ્લવમાં ધર્મના મહિમાનું વર્ણન છે. આ ગ્રંથનું સંશોધન ‘ધર્મદેવે’ કર્યું છે.
પૂર્વસંપાદન અંગે ઃ
પ્રસ્તુત ‘ધર્મકલ્પદ્રુમ’ ગ્રંથની પ્રથમાવૃત્તિ શ્રેષ્ઠિ દેવચંદ્ર લાલભાઈ જૈનપુસ્તકોદ્વાર સંસ્થા તરફથી ગ્રંથાંક-૪૦ તરીકે વિ.સં. ૧૯૭૩, વી. સં. ૨૪૪૩, ઈ.સ. ૧૯૧૭માં પ્રતાકારે પ્રકાશિત થયેલ હતી. ત્યારપછી દ્વિતીયાવૃત્તિ પંન્યાસજી શ્રીભક્તિવિજયમહારાજની પ્રેરણાથી શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈએ સંશોધિત કરેલ અને શ્રીજૈનધર્મપ્રસારકસભા-ભાવનગર તરફથી વિ.સં ૧૯૮૪, વી.સં. ૨૪૫૪, ઈ. સ. ૧૯૨૮માં પ્રતાકારે પ્રકાશિત થયેલ હતી. નવીનસંસ્કરણ અંગે ઃ
પ્રસ્તુત ‘ધર્મકલ્પદ્રુમ’ ગ્રંથની પ્રતાકારે પ્રકાશિત થયેલ બંને આવૃત્તિઓ ઘણા વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ હોવાથી જીર્ણ થવા આવેલ હોવાથી આ નવીનસંસ્કરણ અમે પુસ્તકાકારે તૈયાર કરેલ છે અને તે ભદ્રંકરપ્રકાશનથી પ્રકાશિત થયેલ છે. આ નવીનસંસ્કરણમાં પ્રાકૃતગાથાઓ અન્ય ગ્રંથમાંથી ઉદ્ભુત છે ત્યાં [ ] ચોરસ કાંઉસ મૂકેલ છે અને જે જે સ્થાનો મળ્યા છે તે ત્યાં [ ] ચોરસ કાંઉસમાં આપેલ છે. આ સિવાય હ્રાવ્યમ્ તથા યત:, ૩ ૪
૨. જુઓ-જૈન બૃહત્સાહિત્યનો ઇતિહાસ ગુ.આ.ભાગ-૪ પૃ. ૨૧૫.
૩. આની રચના મુનિસાગરઉપાધ્યાયના શિષ્ય ઉદયધર્મે આનંદરત્નસૂરિના પટ્ટકાળમાં કરી હતી. આનંદરત્ન આગમગચ્છીય આનંદપ્રભના પ્રશિષ્ય અને મુનિરત્નના શિષ્ય હતા. મુનિસાગરના શિષ્ય ઉદયધર્મ વિશે તથા પટ્ટધર આનંદરત્ન વિશે સાહિત્યિક તેમજ પટ્ટાવલીઓના આધારે માહિતી મેળવવા પ્રયત્ન કરવા છતાં કોઈ માહિતી મળી શકી નથી. એટલે રચનાકાળ વિશે કહેવું મુશ્કેલ છે. જર્મન વિદ્વાન વિન્ટરનિત્સનું અનુમાન છે કે તે ૧૫મી સદીના કે તે પઠીના ગ્રંથકર્તા છે. (વિન્ટરનિત્સુ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૪૫)
[જૈ.બુ.સા.ઈ. ગુ. આવૃત્તિ ભાગ-૪ પૃ. ૨૬૦-૨૬૧]