Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 6
________________ પ્રકાશકનું નિવેદન આવી મહાન અને જુસ્સાદાર નવલકથા વાંચીને પૂરી કરીએ, ત્યારે માણસ તરીકે જન્મવા બદલ આપણી જાતને અભિનંદન આપવાનું મન થઈ જાય છે. – આવી સારી નવલકથા વાંચવા મળી એટલા ખાતર નર્દી, પણ પોતાના દેશના ઐતિહાસિક જમાનાને આટલો સારી રીતે રજૂ કરી શકનાર એક મહાન સાહિત્યકારના જાન-બંધુ હોવા બદલ. આવી નવલકથાઓ ઝટ લખાતી નથી, અને ઝટ વાંચવા પણ મળતી નથી. મૂળ ક્રેચના અંગ્રેજી અનુવાદમાંથી આ સંક્ષેપ ગુજરાતીમાં તૈયાર કરવા જતાં સંપાદકે ઘણી કાપકૂપ કરી છે, એ વાત ખરી; છતાં કેટલાકને હજુ પણ એમ લાગવા સંભવ છે કે, વાર્તા ઉપરનું ભારણ વળી વિશેષ ઓછું કર્યું હોય તો આ વાર્તા હજુ પણ સરળ – સુવરપ બને. પરંતુ સંપાદકશ્રીએ પોતાના “પ્રાસ્તાવિક 'માં જણાવ્યું છે તે પ્રમાણે, આ વાત રસના ટડાની પેઠે ઉતારી જવા માટે વાંચવી ન ઘટે. છેલ્લાં પાનનો અમૃત-રસ લેવો હોય, તેણે શરૂઆતનાં પાનાંનું કણ કોટલું પ્રયત્નપૂર્વક ભેદવું જ રહ્યું. વિકટર હ્યુગોની નવલકથાએ જમાનાઓ સુધી ચોમેર રોશની પાથરવા સરજાયેલી છે. ગાંધીજીએ હિંદમાં તેજ અને પ્રાણ પૂરવા જે સ્વપ્નો સેવ્યાં છે, તે આવાં તેજસ્વી પુસ્તકોના પ્રચારથી કદાચ જલદી સિદ્ધ થશે. આજના જમાનામાં અમને પોતાને નવી પેઢીનું ચારિત્ર ઘડવાનો રામબાણ ઇલાજ આવા વિચારકોનો કાયમી સત્સંગ જ લાગે છે. વિકટર હ્યુગોની પાવનકારી એક પછી એક પાંચ પાંચ નવલકથાઓ ગુજરાતી વાચકને સુલભ કરી આપીને શ્રી. ગોપાળદાસ પટેલે ગુજરાતી વાચકની અનન્ય સેવા બજાવી છે. તે માટે નૂતન ગુજરાત તેમનું આભારી છે. તા. ૩૧-૧૨-૧૪ કમુબહેન પુત્ર છે. પટેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 374