Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ સંપાદકની કલમથી ધર્મ શું છે ? ધર્મ શું છે ? આ એક ગંભીર પ્રશ્ન છે. એને સમજવા જેટલે પ્રયત્ન કરવામાં આવ્યું છે એટલે જ તે વધુ ને વધુ ગુંચવણભર્યો બનતે રહ્યો છે. કારણ કે ધર્મ એ આભગત હોય છે. તેને વ્યવહારુ બનાવવા માટે શબ્દોના વાધા સજાવવા પડે છે. પરંતુ તેને મૂળ શબ્દોથી વ્યક્ત કરી શકાતો નથી. એનું એ કારણ છે કે ધર્મની એક નહિ બલકે હજારે પરિભાષાઓ થઈ ચૂકી છે. એટલું જ નહિ પણ લૉર્ડ મોને મત પ્રમાણે ધર્મની દસ હજાર પરિભાષાઓ થઈ ચૂકી છે, છતાં પણ એમાં જૈન અને બૌદ્ધ જેવા ભારતના પ્રસિદ્ધ ધર્મોને સમાવેશ થતો નથી; તેઓ તો આ વ્યાખ્યામાંથી અલગ જ રહી જાય છે. જે પરિભાષામાં કરવામાં આવી છે તે ધર્મની નહિ પણ સંપ્રદાય અને ચોક્કસ પંથની કરવામાં આવી છે. વર્તમાન રાષ્ટ્રીય ચિંતનમાં પણ ધર્મ અને સંપ્રદાયને એક માની લેવાની આવી જ ગંભીર ભૂલ થયેલી છે. ખરી રીતે તે ધર્મ અને સંપ્રદાય બને જુદા છે. ધર્મ શબ્દને એક અર્થ સંપ્રદાય અને પંથ પણ કરી શકાય છે. પરંતુ સંપ્રદાય અને પંથનું વર્તુલ અત્યંત સીમિત છે; ભારતના વિદ્વાને જેને સ્વીકારે છે તે ધર્મના વિરાટ મહિમાને અને અર્થગરિમાને તે વ્યક્ત કરી શકતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 300