Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ ધર્મ એ આપણું સંસ્કૃતિ, સભ્યતા, કલા, સાહિત્યજીવન અને દર્શનનો આત્મા છે. આપણું મનને મેરુદંડ છે. ધર્મ એ આપણું સંસ્કૃતિ અને વિચારધારાનું મજબૂત કવચ છે. એને કયારેય છોડી દેવું ઉચિત નથી. ધર્મ ત્યજવો એટલે જીવનના સમસ્ત સણને, ભલમનસાઈઓને ત્યજી દેવી. રાષ્ટ્રને ધર્મનિરપેક્ષ કહેવા કરતાં ધર્મમૂલક અને ધર્મસાપેક્ષ કહેવું યોગ્ય લાગે છે. એમાં જ આપણી બુદ્ધિમત્તા છે. કોઈ પણ ડાહ્યો પુરુષ સંપ્રદાયમૂલક રાષ્ટ્રને આગ્રહ રાખી શકે નહિ. ધર્મ આત્મામાંથી સફરેલ પવિત્ર તત્વ છે, વિચારોની વિશુદ્ધતા છે, મનની નિર્મળતા છે, જીવનની ઉજજવળતા છે અને અધ્યાત્મને પ્રકાશ છે. જીવનના ઉત્થાન માટે ધર્મની અત્યંત આવશ્યકતા છે. ધર્મ વિના માનવ માનવ રહી શકતું નથી; માનવતા સુરક્ષિત રહી શકતી નથી. ધર્મ એટલે જ માનવતા. જયારે મનુષ્ય એને દુરપયોગ કરે છે, એના નામે પિતાના અહંકાર, સ્વાર્થ અથવા અન્ય આસુરી વૃત્તિઓને પોષે છે ત્યારે પ્રત્યેક મનુષ્યના મનમાં અનાસ્થાનાં બીજ અંકુરિત થાય છે. કવીન્દ્ર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે : “ધમ એક પ્રજવલિત દીપક છે જેની પ્રભા સર્વત્ર પ્રકાશે છે. જ્યારે એ દીપક પર અસ્મિતા અને સંપ્રદાયવાદની ચાદર ઓરાઢવામાં આવે છે ત્યારે તે બુઝાઈ જાય છે.” ધર્મ મનુષ્યને આંતરદર્શનની પ્રેરણા આપે છે. આજનો યુગ ભૌતિકવાદને છે. આજે માનવ ભૌતિકવાદ તરફ દોડી રહ્યો છે. ત્યાગ તરફથી ભોગ તરફ દોટ કાઢી રહ્યો છે. અહિંસાથી હિંસા તરફ દોડી રહ્યો છે. અપરિગ્રહથી પરિગ્રહ તરફ વધી રહ્યો છે. આ યાત્રા આરોહણું નહિ પણ અવરોહણની છે, ઉત્થાનની નહિ પણ પતનની છે. એ પતનમાંથી ધર્મ આપણને ઉગારે છે. તે અંતર્હદયમાંથી વિકાર અને વાસનાના ગહન અંધકારને હટાવી અહિંસા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 300