Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ અપરિગ્રહ અને અનેકાન્તની ચમક-દમક પેદા કરે છે, દુર્ગણોને નાશ કરી સદ્દગુણોને જાગૃત કરે છે. સંસ્કૃતિ એ શું છે ? ધર્મની જેમ સંસ્કૃતિની પણ અનેક પરિભાષામાં કરવામાં આવી છે. ડૉ. પી. કે. મજમૂદારના મતમાં સંસ્કૃતિની ૧૧૬ પરિભાષાએ આજ સુધી થઈ ચૂકી છે અને હમેશાં નવીન નવીન પરિભાષાઓ રચાય છે. એથી સંસ્કૃતિને એક જ વાકયમાં સમજવી એ અસંભવ નહિ તો કઠણ તે જરૂર છે. ભારતના પ્રાચીનતમ સાહિત્યમાં “સંસ્કૃતિ” શબ્દ નજરે પડતા નથી પણ તેમાં ધર્મ, દર્શન અને કલા વગેરેને પ્રયોગ થયેલ છે અને એ શબ્દો પર વિસ્તૃત ચિતન પણ થયેલું છે. “સંસ્કૃતિ” શબ્દ અદ્યતન યુગની દેણગી છે. એની મતલબ એ નથી કે અહીં “સંસ્કૃતિ હતી જ નહિ. સંસ્કૃતિ હતી, પરંતુ સંસ્કૃતિ” શબ્દ નહે. સંસ્કૃતિને વ્યવહાર ધર્મ, દર્શન, કલાના રૂપમાં થતો હતો. મારી દષ્ટિએ સંસ્કૃતિ છે ત્યાં ધર્મ છે, દર્શન છે અને કલા પણ છે. બીજા શબ્દોમાં કહીએ તે ત્રણેને મધુર સમન્વય જ સંસ્કૃતિ છે. સંસ્કૃતિમાં ધર્મની મધુરતા, દર્શનની દિવ્યતા અને કલાની કમનીયતા છે. સંસ્કૃતિ માનવજીવનનું અનિવાર્ય અને અપરિહાર્ય તત્ત્વ છે; માનવનું ભૂત, વર્તમાન અને ભાવી જીવનનું સર્વાગીણ વિશ્લેષણ છે, જીવનવૃક્ષને ઉછેરનારે રસ છે. માનવની વિવિધ સાધનાઓની સર્વશ્રેષ્ઠ અને સર્વષ્ઠ પરિણતિ છે. જો કે સંસ્કૃતિની એક નિશ્ચયાત્મક સાર્વભૌમ પરિભાષા સ્થિર નથી થઈ તો પણ કહી શકાય કે અસથી સત્ તરફ વધવું, અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, મૃત્યુથી અમૃત પ્રતિ આગેકદમ ભરવા એ સંસ્કૃતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 300