Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ કિંચિત... અજમેર મુકામે સં. ૨૦૨૦માં મુનિ સંમેલન યોજાયું હતું. સભાગે તેમાં જવાનું થતાં અનેક મહાન આત્માઓનાં-મુનિમહારાજનાં દર્શનને અને તેમનાં પ્રવચન સાંભળવાને પવિત્ર લાભ મળ્યો હતો. આવાં સુરુચિપૂર્ણ અને પ્રભાવશાળી પ્રવચને સાંભળીને મને એક વિચાર આવ્યો કે મારે પિતાને વ્યવસાય પુસ્તક પ્રકાશનને છે તે આવાં અલભ્ય પ્રવચનો પુસ્તક આકારે છપાવી પ્રસિદ્ધ કરું તો જૈનધર્મી તેમજ અન્ય ધાર્મિક જનતા પણ આને લાભ લઈ શકે. અને તરત જ મેં પરમશ્રદ્ધેય મુનિશ્રી પુષ્કરમુનિજીના સુશિષ્ય શ્રી દેવેન્દ્રમુનિજીને મારે આ વિચાર જણાવ્યું. તેઓશ્રીએ પણ તેને સ્વીકાર કરી વિહારની અનેક તકલીફે તેમજ સાધુ જીવનની કઠિન સમસ્યાઓમાં પણ ટૂંક સમયમાં લભ્ય એટલાં પ્રવચનનું સંપાદન કરી આપ્યું છે, જેને પુસ્તકરૂપે જનતાના હાથમાં મૂકવા હું શક્તિમાન થયે છું. તેમજ મારા પ્રેમભર્યા આગ્રહથી આ સંગ્રહ સંપાદિત કરી આપવા બદલ શ્રી દેવેન્દ્રમુનિજીને તથા જે જે પૂજ્ય મુનિઓએ અને પૂજ્ય સાધ્વીજીઓએ પિતાના વ્યસ્ત જીવનમાંથી સમય મેળવી, જનતાને ધર્મ પ્રત્યે પ્રેરણા મળે એવાં પ્રવચને લખી આપ્યાં છે તે બદલ એ સૌને હું હૃદયપૂર્વક અત્યંત આભાર માનું છું. આમાં ભારતના પ્રતિભાશીલ પચીસેક મુનિઓનાં હૃદયમાંથી નીકળેલા ચિંતનશીલ ઉગારે રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રવચન માધુર્યપૂર્ણ અને લેહચુંબકની જેમ આકર્ષક હે ઈ તેને સાંભળનાર મંત્રમુગ્ધ બને છે. જેમને આ પ્રવચને સાંભળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું નથી તેને આ ગ્રંથ વાંચતાં જ આ પવિત્રાત્માઓની બહુશ્રુતતા, અગાધ પાંડિત્ય અને જસપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 300