Book Title: Dharm Prapti Kone ane Kyare
Author(s): Ramchandrasuri, Kirtiyashgani
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ ધર્મ ક્યારે અને કોને અપાય? સર્વજ્ઞ અને સર્વદર્શી એવા વીતરાગ પરમાત્માએ જગતના જીવમાત્રનું કલ્યાણ કરવા સક્ષમ એવા જે ધર્મની સ્થાપના કરી, તે ધર્મનું મૂલ્ય કેટલું હોય? તે સમજી શકાય તેવું છે. આવો મહામૂલો ધર્મ યોગ્ય જીવોને યોગ્ય સમયે જ આપી શકાતો હોય છે. આમ છતાં ધર્મ તો ગમે ત્યારે ગમે તેને આપી શકાય' - એવી વાતો તો ધર્મના મૂલ્યને નહિ સમજી શકનાર જ કરી શકે છે. ધર્મ જો યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અપાય તો જેમ ઉપકારક બનતો હોય છે, તેમ અયોગ્ય વ્યક્તિને કે યોગ્ય વ્યક્તિને પણ અયોગ્ય સમયે અપાય તો આપનાર-લેનાર બન્નેય માટે અપકાર કરનાર પણ અવશ્ય બનતો હોય છે. આથી, એ પ્રશ્ન ઊઠવો સહજ છે કે, આવો મૂલ્યવાન ધર્મ કયા જીવને ક્યારે આપી શકાય? ધર્મ પામવા માટે કેવી લાયકાત જોઈએ? આ લાયકાત કયા જીવમાં ક્યારે પ્રગટે? આ લાયકાત પ્રગટાવવા શું કરવું જોઈએ? ધર્મોપદેશકે પણ ધર્મ આપતાં પૂર્વે કેવી કેવી લાયકાત તપાસવી જોઈએ વગેરે બાબતોને વિસ્તારથી-ઊંડાણથી સમજાવતું આ પ્રવચન ધર્મના અર્થી આત્માઓ માટે ચોક્કસ માર્ગદર્શક બને તેવું છે. દિ ૨૨- ધર્મ ક્યારે અને કોને અપાય? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34