Book Title: Dharm Prapti Kone ane Kyare
Author(s): Ramchandrasuri, Kirtiyashgani
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ છે કે નહિ તે જોવું જોઈએ. પરીક્ષા કરવા છતાં પણ છવસ્થપણા આદિને કારણે ભૂલ થઈ જાય એ બને, પણ ધર્મ એ એવી કીમતી દવા છે કે, એ ગમે તેને દઈ દેવાય નહિ. જૈનશાસનની સ્થાપના જ મોક્ષ માટે છે. જૈનશાસનનો જેને થોડો પણ પરિચય થાય, તેને એમ જ લાગે કે, અહીં બધું મોક્ષના હેતુથી જ વર્ણવાયેલું છું. સૌ સંસારથી છૂટે અને મોક્ષને પામે, એ ભાવના આ શાસનના મૂળમાં છે. જે સંસ્કારી કુળમાં આવા જૈનશાસનની છાયા હોય, એવા કુળમાં આવેલાને મોક્ષની વાતમાં નવાઈ લાગે જ નહિ. આપણને શું લાગે છે? સંસાર તજવા જેવો છે અને મોક્ષ જ મેળવવા જેવો છે, એ વાતમાં શંકા ખરી ? મોક્ષનો આશય આવી જાય, તો ફાયદો કેટલો ? મોક્ષના આશયથી કરેલી ધર્મક્રિયાઓથી નિર્જરા સધાય અને પુણ્યબંધ થાય તો તે ઉચ્ચ પ્રકારનો થાય. એ પુણ્યના ઉદયથી સુખ મળે ઘણું, ભોગવી શકાય ઘણી સારી રીતે અને તેમ છતાં પણ તમારામાં ખરાબ ભાવને પેદા કરે નહિ. ‘અમે નાલાયક છીએ” એમ કહીને તમે છૂટી જાઓ, એનો કાંઈ અર્થ નથી. અંતઃકરણમાં નાલાયકતાનો ખ્યાલ પેદા થવો જોઈએ. સાચો ખ્યાલ આવે, એટલે ખટકો પેદા થયા વિના રહે નહિ. આપણને સાચે જ આપણી નાલાયકતાનો ખ્યાલ આવી જાય, તો આપણે એને કાઢવાનો બનતો પ્રયત્ન કર્યા વિના રહીએ નહિ. જેમ વિદ્યાનો અર્થી હોય, પણ બુદ્ધિ ઓછી હોય, તો એવો વિદ્યાર્થી દરેક વસ્તુને સમજવા માટે વધારે ને વધારે પરિશ્રમ કરે છે અને નઠોર વિદ્યાર્થી માસ્તર ભણાવે ત્યારે ધ્યાન આપે નહિ, માસ્તર જે કહે તેને સમજવાનો પ્રયત્ન કરે નહિ, ઘેર લેસન કરે નહિ અને તેમ છતાં પણ માસ્તરને અયોગ્ય કહી દે. માસ્તર એને શિખામણ આપે કે શિક્ષા કરે, તો એ માસ્તરની ખબર લઈ નાખવાની ધમકી પણ આપે. તમે તમારી નાલાયકતાને સમજીને, લાયકાત મેળવવાનો પ્રયત્ન કરો એવા છો કે ઠોઠ નિશાળિયા જેવા છો? ઠોઠ નિશાળિયા કાંઈ બધે ઠોઠ હોતા નથી. રમત-ગમતમાં, તોફાનમાં, ઝાડ ઉપર ચઢવા વગેરેમાં એવોઓનો નંબર પ્રાયઃ પહેલો હોય છે અને ભણવામાં મીંડું હોય છે, તેમ તમે પણ બીજે બધે ૨૨ જ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૮૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34