Book Title: Dharm Prapti Kone ane Kyare
Author(s): Ramchandrasuri, Kirtiyashgani
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ જોઈએ ? આપણા આશયમાં ખામી છે કે આપણી ક્રિયા કરવામાં ખામી છે કે પછી બેયમાં ઠેકાણું નથી ? પેલા રાજકુમારને જેવું કષાયના ઉદયનું જોર હતું, તેવું જો આપણે ક્ષયોપશમ ભાવનું જોર પ્રગટાવીએ, તો કામ થઈ જાય ને ? બનાવટી શ્રમણ એવા એ રાજકુમારે આ પ્રમાણેનું આચરણ બાર બાર વર્ષો સુધી કર્યું. એમાં એક પણ દિવસ બોલવા ચાલવામાં પણ એણે આ શ્રમણપણાના પાલન પાછળ મોક્ષનો આશય નથી અને અન્ય કોઈ આશય છે, એવું જણાવા દીધું નહિ. દરેક વાતમાં અને દરેક વર્તનમાં એણે એટલો બધો શાંતભાવ રાખ્યો કે, ખુદ આચાર્યભગવંતને પણ લાગ્યું કે ‘આ આત્મામાં શમ પરિણમ્યો છે.' આવી અસર થયેલી હોવાથી જ આચાર્યભગવંતથી સહસાત્કારે ભૂલ થઈ જવા પામી. રાજા ઉદાયી અષ્ટમી અને ચતુર્દશીના દિવસે રાત્રિપૌષધ કરતા હતા. રાજા પૌષધ પણ પોતાના મહેલમાં જ કરતા હતા અને એથી સ્વ-પરનો ઉપકાર સાધવાના માર્ગને જાણનારા તથા સ્વ-પરનો ઉપકાર સાધવામાં પરાયણ આચાર્યભગવંત પણ ધર્મકથાના હેતુથી એ દિવસે રાજમહેલમાં જઈને ત્યાં જ રાજાની સાથે રાત્રિ પસાર કરતા હતા. એ મુજબ કોઈ એક પતિથિના દિવસે સાંજના સમયે આચાર્યભગવંત રાજમહેલમાં જવા માટે તૈયાર થયા અને સંભ્રમથી તેઓએ પેલા માયાવી શ્રમણને સાથે લીધો. માયાવી શ્રમણ રૂપે રહેલા રાજકુમારને તક મળી ગઈ. આટલી બધી મહેનત આજે લેખે લાગશે, એમ એને લાગ્યું. રાત્રિ માટે આવશ્યક ઉપકરણો એણે લઈ લીધાં, બાર બાર વર્ષોથી ઓઘામાં છુપાવીને સાચવી રાખેલી છરી પણ એણે સંભાળી લીધી અને ભક્તિરૂપ નાટક કરતો તે રાજકુમાર મુનિ આચાર્યભગવંતની સાથે ચાલ્યો. રાજમહેલમાં ગયા બાદ લાંબા સમય સુધી ધર્મક્રિયાઓ અને ધર્મકથાઓ ચાલી, ધર્મકથા કરીને આચાર્યભગવંત તથા પૌષધમાં રહેલ રાજા ઉદાયી પણ સંથારા ઉપર સૂઈ ગયા. શાસનના એ બન્ને મહાપુરુષો સૂઈ ગયા અને નિદ્રાધીન બની ગયા. માયાવી શ્રમણ રાજકુમાર સંથારામાં સૂતો સૂતો ઊંઘી ગયાનો ઢોંગ કરતો હતો, પણ ૨૦ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૮૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34