Book Title: Dharm Prapti Kone ane Kyare
Author(s): Ramchandrasuri, Kirtiyashgani
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ માટે ઉત્સાહિત રહેતા હોય છે ! તમે તમારા આચાર વિચારથી સામાના . વ્રતપાલનનો ઉત્સાહ વધારનારા જ બનો છો ને ? પેલો રાજકુમાર તો દીક્ષિત બનીને પોતાનાં વ્રતોનું સારી રીતે નિરતિચાર પાલન કરવામાં જાણે એકતાન બની ગયો. બીજી તરફ તેણે ગુરુમહારાજ અને અન્ય મુનિઓની પણ એવા પ્રકારે આરાધના કરવા માંડી કે, મુનિઓ આ રાજકુમાર માટે, બનાવટી શ્રમણને માટે “આ જ સાધુશ્રેષ્ઠ છે' એમ માનવા લાગ્યા. એના વિનયાચારથી એ વિનયરત્ન' તરીકે ઓળખાવા લાગ્યો. સૌ એના વિનયાદિની પ્રશંસા કરવા લાગ્યા. આ વાત ઉપરથી જરા કલ્પના તો કરો કે, એ વિનયરત્ન કેવા પ્રકારે વ્રતપાલન અને વિનયાચરણ કરતો હશે ? એનું આ બધું આચરણ કેવળ ઉદયભાવનું નાટક હતું, કોરો દંભ હતો, પણ આવું વિનયાચરણ અને તપાલન જો ક્ષયોપશમ ભાવના યોગે જ હોય, તો આનું કેવું સુંદર પરિણામ આવે? આવા વ્રતપાલન અને વિનયાચરણથી કર્મો તો ભાગાભાગ કરી મૂકે, પરંતુ એના કમનસીબે આ વ્રતપાલનાદિ ઉદયભાવનું નાટક હતું, એટલે કર્મો ભાગાભાગ કરવાને બદલે, ખૂબ ખૂબ બંધાતાં હતાં. વ્રતપાલનાદિથી કર્મોથી અળગો થવાને બદલે એ બંધાતો જતો હર્તા. ક્રિયા કેટલી ઉત્તમ છે ? જો આશયશુદ્ધિનો યોગ હોય, તો ક્રિયા એવી છે કે, અતિ કઠિન કર્મોની પણ તાકાત નથી કે, ટકી શકે. આવી ઉત્તમ ક્રિયા પણ એક પાપમય આશયના કારણે જ ફલવતી બની શકી નહિ અને ભારે પાપકર્મોથી લેપાવનારી નીવડી ! આથી આપણે પ્રભુશાસનની નાનામાં નાની ક્રિયા પણ વિપરીત ભાવથી રહિતપણે અને કેવળ ભવનિસ્તારના હેતુથી જ કરવી જોઈએ, એમ લાગે છે ને ?' - પેલા વિનયરત્નને ભવનિસ્તારનો ખપ નહોતો, પણ આપણને તો ભવનિસ્તારનો જ ખપ છે ને ? ખરાબ આશયથી કષાયના યોગમાં પડેલો પણ એ રાજકુમાર જો આ લોકના એક હેતુને સિદ્ધ કરવા માટે આટલી બધી કાળજી રાખે, તો આપણે તો ભવપરંપરાને ટાળવી છે, અનેક ભવોમાં સંચિત કરેલાં કર્મોની નિર્જરા કરવી છે અને મોક્ષ મેળવવો છે, માટે આપણે વ્રતપાલનાદિમાં કેટલી બધી કાળજી રાખવી ક B ૨૨-ધર્મ કયારે અને કોને અપાય? છે ૧૯ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34