Book Title: Dharm Prapti Kone ane Kyare
Author(s): Ramchandrasuri, Kirtiyashgani
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ અંતરાયભૂત બને નહિ. તે પછી સમ્યગ્દર્શન ગુણ પ્રગટવા માટે તો અર્ધપુદ્ગલપરાવર્તકાળથી પણ ઓછો સંસારકાળ જોઈએ. જીવનો સંસારકાળ જે અર્ધ પુદ્ગલપરાવર્ત કાળથી પણ ઓછો બાકી હોય, તો જ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવા માટે તે યોગ્ય કાળ ગણાય. ચરમાવર્તને નહિ પામેલા જીવો માટે તો જિનવાણીનો પ્રયોગ નિષ્ફળ નીવડે, એ અવયંભાવી છે. કેમ કે જીવ ભવ્ય હોય, તો પણ કાળ જ એવો છે કે, એના હૈયામાં જિનવાણી પરિણામ પામી શકે જ નહિ. કોઈ પણ રીતે એનામાં મોક્ષનો અભિલાષ પ્રગટી શકે જ નહિ. જ્યારે શરમાવ કાળ એ એવો કાળ છે કે, એ કાળને પામેલા જીવને જો કે લઘુકર્મીતા આદિનો યોગ થઈ જાય અને જીવ જે પુરુષાર્થ બને, તો એના હૈયામાં જિનવાણી ક્રમે કરીને પરિણામ પામી શકે અને એથી એનામાં મોક્ષનો અભિલાષ પણ પ્રગટી શકે તથા મોક્ષના હેતુથી ધમનિષ્ઠાનોને આચરવાની રચિ પણ એનામાં પ્રગટી શકે ! એટલે આ કાળ એવો છે કે, જિનવાણીને ઝીલવાની આપણે જેટલી મહેનત કરીએ, એટલી લેખે લાગ્યા વિના રહે નહિ. જિનવાણીને ઝીલવાનો પ્રતાપ જિનવાણીને આપણે ઝીલી શકીએ, તો મોક્ષ તો જ્યારે મળશે ત્યારે મળશે, પણ એના પ્રતાપે સંસાર પણ સુકર બની જાય. આજે સંસારના સુખની આશામાં જ રિબાવું પડે છે ને? જિનવાણી ઝિલાય, એટલે સંસારની સુખની તૃષ્ણા ઉપર કાપ પડે. આ સુખ તજવા જેવું લાગે અને મોક્ષસુખ મેળવવા જેવું લાગે. થોડો ઘણો પણ જે કાંઈ ધર્મ થાય, તે સંસારથી છૂટવા માટે અને મોક્ષને મેળવવા માટે થાય. એથી સુખ મળે ઘણું, છતાં આત્માને એ સુખ મૂંઝવે નહિ. જિનવાણી જેના હૈયે વસી, તે દુઃખમાં પણ સુખ અનુભવી શકે અને મળેલું સુખ ભોગવે, તો પણ પાપથી તે બહુ લેપાય નહિ. જેમ કહેવાય છે કે, રાજેશ્વરી નરકેશ્વરી ! રાજ્યમાં નરકે લઈ જવાનો ગુણ ખરો, પણ રાજાના હૈયે જે જિનવાણી વસેલી હોય, તો રાજ્ય ભોગવવા છતાં પણ એ નરકે જાય નહિ અને સદ્ગતિને પામી શકે. નરકે લઈ જાય એવી પણ વસ્તુને ભોગવવા છતાં નરકે જાય નહિ DIPTIBITIIIIIID] B પૂ આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૮૭ u do Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34