Book Title: Dharm Prapti Kone ane Kyare
Author(s): Ramchandrasuri, Kirtiyashgani
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ તું જે આ ક્રિયાઓ કરે છે, તે તારા હૈયામાં એમ ઊગી ગયું છે કે, સંસાર ખોટો છે, સંસારનું સુખ તજવા જેવું છે અને સંસારથી છૂટવું છે, માટે આ ક્રિયાઓ કરું છું ?' તો પ્રાયઃ લોચા વાળવા માંડે. અનુકૂળતા ન હોય ને માત્ર એક જ સામાયિક કરતો હોય, પણ સંસારથી છૂટવાનો અને મોક્ષને સાધવાનો આશય હૈયે હોય, તો એ એક સામાયિકથી પણ ઘણો મોટો લાભ થઈ જાય. આ વાતને જો એ સમજે અને આ આશયને હૈયે રાખીને એ ક્રિયા કરવા માંડે, તો સમ્યગ્દર્શનાદિ એનાથી આઘાં રહી શકે નહિ. એ વિના તો ક્રિયામાં અવિધિ આદિ ઘણા દોષો આવે, છતાં એને ટાળવાનું મન થાય નહિ અને વિપરીત આશય તો એવું પણ પરિણામ લાવે કે, જેના યોગે સંસાર ઘટવો જોઈએ, તેના જ યોગે સંસાર વધી જાય, એવી જ રીતે નાલાયકાત હોય, પણ એનો જો સાચો ખ્યાલ આવી જાય, તો લાયકાત મેળવવાનું મન થાય. એને થયા જ કરે કે “હું કેટલો બધો નાલાયક છું કે, જેથી આવી સુંદર સામગ્રીનો યોગ થવા છતાં પણ મને હજી ‘સંસારનું સુખ તજવા જેવું છે' એમ લાગતું નથી અને મારે મોક્ષ જ મેળવવો છે' એવો ભાવ મારામાં પેદા થતો નથી ? સભા : નાલાયક છીએ એમ કહે, પણ તે પણ બેવડા લાયક છીએ, એવું ઠસાવવા માટે કહે. દંભથી બોલે, એ તો વળી વધારે ડૂબે. આ કંઈ દંભથી બોલવાની વાત નથી, પણ હૈયા સાથે નિર્ણય કરવા જેવી વાત છે. એકાંતમાં બેઠો હોય, ત્યારે પણ એ એમ વિચારે કે, મારો એવો તે કેવો પાપોદય છે કે, અનંતજ્ઞાનીઓ સંસારને ભયંકર કહે છે, છતાં પણ મને આ સંસાર ભયંકર લાગતો નથી ? બીજા આગળ તો એ ક્યારે કહે ? અચાનક ઉદ્ગાર નીકળી જાય અથવા તો કહેવાની ફરજ પડે, ત્યારે કહે. બાકી દેવ પાસે જાય. ત્યાં પણ એ દેવના સ્વરૂપને લક્ષ્યમાં રાખીને પોતાની નાલાયકતાને રડે અને ગુરુ પાસે પણ પોતાની નાલાયકાત કેવી છે, તે અવસરે ખુલ્લી કરે. પોતાની નાલાયકાતને માટે જે દેવ-ગુરુની પાસે કે એકાંતમાં રડતો નથી અને ચાર પાસે પડે છે, તે તો દંભમાં જાય. આ તો આપણે આપણી પોતાની અંતર્દશાને પિછાણતા બની ૧૦ : પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૮૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34