Book Title: Dharm Prapti Kone ane Kyare
Author(s): Ramchandrasuri, Kirtiyashgani
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ આવી ઇચ્છાપૂર્વક જે જીવ ધર્મક્રિયા કરવા માંડ્યો, તે જીવી ધર્મક્રિયા થોડી પણ કરી શકે, છતાં કર્મસત્તા તેની સંભાળ રાખવા માંડે. કર્મસત્તા અને સુખ આપે, પણ મોક્ષનો અભિલાષ એ કામ કરે છે, એને એમાં મૂંઝાવા દે નહિ. મોક્ષના હેતુથી ધર્મ કરનારને જે સુખ મળે, તે સુખ બીજાઓના કરતાં ભોગવટામાં સારું હોય, પણ મૂંઝવીને ભયંકર પાપ બંધાવનારું ન હોય. મોક્ષની ઈચ્છાપૂર્વક કરેલા નાના પણ ધર્મથી જે સુખ મળે, તે બીજી ઇચ્છાથી મોટો પણ ધર્મ કરો, તોય ના મળે. ઉપરાંત એ સુખ ધર્મને ભુલાવી ન દે, પણ ધર્મ કરવાની અનુકૂળતા કરી આપે, એ વળી મોટો લાભ ! ચરમાવર્તિમાં આવવા માત્રથી શું વળે? જેમ શ્રી તીર્થકર ભગવાનને સંસારના સુખની કાંઈ જ પડી હોતી નથી, છતાં તેમાં જરા પણ ખામી રહેતી નથી. ઋદ્ધિ-સિદ્ધિની એમને ઇચ્છા કે ચિંતા નહિ, પણ ઋદ્ધિ-સિદ્ધિનો પાર નહિ ! કુટુંબાદિ અને સેવકજનો આદિ સર્વે અનુકૂળ હોય. એમને ઈદ્રાદિ નમે તે જોઈએ છે એમ નહિ, પણ ઈદ્રાદિ એમને નમ્યા વિના રહે નહિ. જગતમાં જે માણસ બહુમાનનીય બની જાય છે, તેનું વચન આય થઈ જાય છે. માણસને જગતમાં બહુમાનનીય બનાવનાર પુણ્યકર્મ છે. એ પુણ્યકર્મ સારું બાંધેલું હોય, તો એની વચનાદેયતાથી ઘણા તરે. પાપવૃત્તિ સાથે એ પુણ્યકર્મ બાંધેલું હોય તો એ પણ ડૂબે ને એ એને મળેલી શક્તિથી અનેકોને ડુબાવે. સંસારના સુખના લોભિયાઓને સારું પુણ્યકર્મ બંધાય નહિ. સુંદર કોટિનું પુણ્ય તો સંસારથી ઉદ્વિગ્ન અને મોક્ષના અર્થી માટે જ અનામત હોય છે. મોક્ષના આશયથી ધર્મ કરશો, તો સુખ જોઈશે તે મળી રહેશે, - તકલીફ નડશે નહિ, પાપોદયે તકલીફ આવશે, તો પણ તે તકલીફમાંય સમાધિ જશે નહિ અને સુખ ભોગવવાના કાળમાં પણ રાગ મૂંઝવશે. નહિ. આવો ધર્મ કરવાનો આપણો અનુકૂળ કાળ આવી લાગ્યો છે, કેમ કે આપણે અહીં આવી ગયા છીએ. સભા ગમે તેમ અવિધિથી ધર્મ કરે તો પણ ફળ મળે? મોક્ષનો આશય આવ્યો અને મોક્ષના હેતુથી ધર્મ કરવાનું મન થયું, MI[[[[["૭ B ૨૨-ઘર્મ કયારે અને કોને અપાય? છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34